દેશમાં પોષણ અભિયાન અંતર્ગત” 7 મો રાષ્ટ્રીય પોષણ માસ 2024 ” ની સુવાલી ગામ ખાતે ઉજવણી કરવાંમાં આવી .
જેમાં ચોર્યાશી તાલુકાના મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી દીક્ષિતા બેન જી ડોડિયા હાજર રહ્યા. પોષણ માસ ને મિલેટ્સ ( જાડા ધાન્ય ) તરીકે ઓળખવામાં આવે છે.જેમાં રાગી.જુવાર.બાજરી,સામો ( મોરૈયો ) કાંગ , કોદરી, રાજગરો વેગેરે નું મહત્વ આપવામાં આવ્યું છે. આ જાડા ધાન્ય નો ઉપયોગ કરીને ચોર્યાશી તાલુકાની આંગણવાડી કાર્યકર બેનો દ્વારા વાનગી નિદર્શન રાખવામાં આવેલ. જેમાં મુઠીયા, થેપલા, સુખડી, લાડુ, મિક્સ સલાડ , સકકર પરા, મિક્સ મિલેટ નાં ઢોકળા, મોરૈયા ની ખીચડી, મીક્સ મિલેટ વડા, રાગી નો સિરો, અપ્પમ, રોટલા, ઢેબરા, વગેરે વાનગી નું નિદર્શન કરવામાં આવ્યું.પોષણ વિશે લાભાર્થી ને માહિતી આપવામાં આવી. વધુમાં આ મીલેટ્સ નો રોજિંદા જીવનમાં સમાવેશ કરવાથી થતાં ફાયદા શ્રી દીક્ષિતા બેન જી ડોડિયા દ્વારા સમજાવવામાં આવ્યું. કાર્યક્રમ નાં અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.