શ્રાદ્ધ એટલે પૂર્વજો પ્રતિ આદર,
શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી થતું પિતૃ સ્મરણ,
શ્રાદ્ધના બે પ્રધાન હેતુ છે.
પહેલું…પૂર્વજો આપણી સુખાકારી માટે જે મૂકી ગયા છે તે માટે પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી.
અને બીજું… કોઈ પણ જીવ શાશ્વત નથી, તેથી આપણું પણ તર્પણ થવાનું છે તેવું જ્ઞાન મેળવવું.
આથી શ્રાદ્ધના આ દિવસોમાં પિતૃઓના ઉર્ધ્વગમન માટે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરો અને અનાશક્તિનો આદરભાવ કેળવો.
ૐ શાંતિ શાંતિ શાંતિ :