આજ રોજ સોનગઢ નગર માં નાગરિકોને જરૂરી તમામ યોજનાકીય સહાય અને લાભો સ્થળ ઉપર જ સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ(૧૦મો તબક્કા)નું આયોજન કરવામા આવ્યુ છે જેના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ નગર પાલિકા દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામીત , તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોષી, સોનગઢ નગર ના પ્રમુખ હેતલભાઇ મહેતા, મહામંત્રી રાજેન્દ્રભાઈ ભાવસાર, નગરપાલિકાના પુર્વ પ્રમુખ ટપુભાઈ ભરવાડ, આગેવાન રાહુલભાઈ સિંપી, નગર સંગઠન ઉપપ્રમુખ વિમલભાઇ દેસાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર ગોહિલ સાહેબ,સોનગઢ નગર પાલિકા નાં પુર્વ સભ્ય તેમજ ભાજપ સંગઠન નાં હોદ્દેદારો અને કાર્યકતા મિત્રો હાજર રહયા હતા.
ધારાસભ્ય જયરામ ગામીત એ સરકારશ્રી વિવિધ યોજનાઓના લાભ છેવાડાના વિસ્તારોમાં મળી રહે તે માટે સૌને માહિતગાર કર્યા હતાં.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા તા.17/09/2024 ના રોજ નગર પાલિકા સોનગઢ સેવાસેતું કાર્યક્ર્મ મા મુખ્ય મહેમાન 172 નિઝર મતવિસ્તારના ધારાસભ્ય ડૉ.જયરામભાઈ ગામીત ના હસ્તે ICDS સોનગઢ ઘટક એક માં ત્રીજા મંગળવાર અન્ન પ્રાશન દિવસની ઉજવણી અંતર્ગત 6 માસ પૂર્ણ થયેલા બાળકને અન્ન પ્રાશન કરાવવામાં આવ્યું. અને સગર્ભા, ધાત્રી માતા તેમજ કિશોરીની THR પેકેટ વિતરણ કરી અને બાળ વિકાસ યોજના અધિકારી એ નિયમિત THR નો ઉપયોગ કરવા તેમજ પોષણ જાગૃતિ તેમજ સ્વચ્છતા વિશે નાગરીકોને માહિતગાર કર્યા.જે કાર્યક્રમમાં CDPO, ICDS સ્ટાફ, નગર પાલિકા ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા સ્ટાફ આરોગ્ય સ્ટાફ, ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો..