બ્યુરો તાપી તા. ૧૩* તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આજે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ પોતાની ભાગીદારી નોંધાવી હતી.આ રેલી બુહારી માર્કેટ યાર્ડ થી નીકળી મેઈન બજાર સુધી પહોચી હતી. રેલીમાં ઢોલ વગાડી પોષણ અંગેના સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા.
આ ઉપરાંત તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોના વર્કર બહેનો દ્વારા અને કચેરીના કર્મચારીઓ દ્વારા PHC અને NRC ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અધુરા માસે જ્ન્મેલ બાળકો અને જન્મ સમયે વજન ઓછુ હોય તેમની મુલાકાત લઈ આઇ.સી.ડી.એસ ના લાભો વિશે અને બાલશક્તિ વિશે સમજણ પુરી પાડવામા આવી હતી. આ સાથે ગણેસ ઉત્સવ નિમિત્તે બનાવેલ ગણેશ પંડાલોમાં જઇ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ત્યાના લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ.ના લાભોથી અવગત કરવામાં આવ્યા આવ્યા હતા.