*તાપી જિલાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ નુકશાનગ્રસ્ત રસ્તાઓની મરામત કરવાની કામગીરી પૂરજોશમાં*
–
* બ્યુરો,તાપી તા.૧૨/૦૯/૨૦૨૪ * વરસાદના હળવા વિરામ બાદ તાપી જિલ્લા તંત્ર દ્વારા નુકશાનગ્રસ્ત રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવાનું અભિયાન હાથ ધરાયુ છે. જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી માર્ગ-મકાન વિભાગની ટીમો મશીનરી સાથે જિલ્લામાં ખડે પગે કામગીરી કરી રહી છે. સુરત-દુલિયા રોડ, બારડોલીથી વાકાનેર-વાલોડ-વેડછી રોડ,,ઉચ્છલના ભીતખુર્દ રોડ,બાજીપુરા-દેગામા-રૂપવાડા રોડ,ઉકાઇ-ઉકાઇ-બુહારી-મઢી-માંડવી રોડ, સોનગઢના કીકાકુઈ રોડસહિત વિવિધ રસ્તઓ ઉપર થયેલ નુકશાનને મરામત કરવાની કામગીરી હાથ થરાઇ છે. તાપી જિલાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ નુકશાનગ્રસ્ત રસ્તાઓના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાનું રિપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.