*બારડોલીમાં વિદ્યાર્થી નો મોબાઇલ ફોન ચોરી*l
બારડોલીના માણેકપોર ગામે રહેતી ઈશાબેન ભરતસિંહ ચૌહાણ (ઉ.વ.24) બાબેન ખાતે આવેલી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગુરુવારે નોકરી પૂરી કરી તેણી તેના પિયર માંડવી જવા માટે સાંજે પાંચ વાગ્યે લિનિયર બસ સ્ટેન્ડ પરથી બસમાં બેસી હતી. એ સમયે બસમાં ચઢતી વખતે તેના યુનિફોર્મની કોટીના ખીસ્સામાંથી ફોન ચોરી થઈ ગયો હતો. આથી ઈશાએ ઇ-એફઆઇઆર કર્યા બાદ શુક્રવારે બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.