- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દમણના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
5 મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે વાપી સ્થિત હોટેલ રોયલ શેલટરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અધિકારી જીગ્નેશભાઈ ભંડારી એન્ડ અમિતભાઈ શાહ દ્વારા બીએસએમ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વર્ષ 2024 દરમિયાન વિદ્યાર્થીઓ અને સમાજને પ્રગતિના પંથે લઈ જવાનું ભગીરથ કાર્ય કરનાર દમણના શિક્ષક શ્રી વિરેન્દ્રભાઈ શાંતુભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક 2024 નો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.