વડોલી ના શિક્ષકે ઓલપાડ તાલુકાના શિક્ષકોનું ગૌરવ વધાર્યું
” ગાતા રહે મેરા દિલ” ઓલ્ડ સોંગ ના પ્રોગ્રામ સંજીવનીકુમાર ઓડિટોરિયમ માં રાખવામાં આવ્યો હતો. ભરતભાઈ સોલંકી વડોલી પ્રાથમિક શાળા, તાલુકો -ઓલપાડ, જિલ્લા- સુરતના ટીચર તરીકે ફરજ બજાવે છે. આ પ્રોગ્રામમાં અનેક કલાકારો સાથે પોતાનો મધુર કંઠે અવાજ રજૂ કર્યો. આ પ્રોગ્રામમાં નીતાબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતનું મશહૂર મ્યુઝિકલ ગ્રુપ જયદીપભાઈ દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું. જેમાં અનેક સંગીતકારો મુંબઈથી લઈને સુરત સુધીના ઉપસ્થિત હતા મુંબઈથી ઉમાશંકર શુક્લાજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સાથે સંગીતાબેન ભગત, મુકેશ શેઠ, ડોક્ટર હાર્દિક શોપ, પૂર્વીશ પંડ્યા, મિનેષ જૈન વગેરે સિંગર દ્વારા ગીતો પીરસવામાં આવ્યા હતા. સુરતના ખૂબ સારા સિંગરો દ્વારા ગાતા રહે મેરા દિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોલીના શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી ખૂબ જ સુંદર સુંદર દેખાવ કર્યો.
આવા કલાકાર શાળા ના શિક્ષકો. આચાર્ય અને ગામજનો અને તાલુકાના શિક્ષક મિત્રો દ્વારા અભિનંદન પાઠવ્યા.