* તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.