ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે* -વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે*

*વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ*વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ

માહિતી બ્યુરો તાપી તા.૦૨ તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫ ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા ૨ ગોવાળો (૧) અરવિંદ ભાઇ હળપતિ (૨)રાજુભાઇ નઇકા નદીના પાણીથી ઘેરાય જતા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,NDRF,SDRFની ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા.આ સામયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતીથી વાકેફ કરતા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આવી પહોચ્યું હતું.જ્યાં તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.તમામ પરિસ્થિતિથી ભયબીત બનેલા બન્ને ગોવાળોએ ડિઝાસ્ટ ટીમ તાપી સહિત કોસ્ટ ગાર્ડના જવાનોનો આભાર વ્યકત કર્યો હતો.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल