તાપી જિલ્લા વાલોડ વનવિભાગ સાથે દિપડાને પાજરા પુરાવવા માથે RCSSG મેમ્બર ની સહકાર સભર સરાહનીય કામગીરી..
તારીખ 29/08/2024 ગુરુવારે વાલોડ તાલુકાના દેગામાં ના ધોધીયા ફળિયામાં રાત્રે 10:30 કલાકે 1 થી દોઢ વર્ષ નો નર દીપડો પાંજરે પુરાયો હતો. ગામ ના રહીશો દીપડો જોવા માટે ટોળું થયા હતા. સમય અંતર્ગત વાલોડ વનવિભાગ ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર વન વિભાગ ના કર્મચારીઓ,પહોંચી ગયા તેમજ *RCSSG* મેમ્બર *ઇમરાન વૈદ* ની સાથે મળીને પાંજરા સાથે દિપડાનો કબ્જો લીધો હતો, વાલોડ વનવિભાગ ની નર્સરી ખાતે પકડાઈ ગયેલ દિપડાના પાજરા ને મુકવામાં આવ્યું હતુ, વન વિભાગ નાઉપલા અધિકારી ને જાણ કરવામાં આવી હતી.