તાપી તા.૨૯* તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં આયોગ્ય વિષયક દરાકર લઈ સાફ-સફાઇ અને દવા છંટકાવની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. વ્યારા નગર પાલિકામાં કુલ 7 વોર્ડમાં સુપરવાઇઝરોની નિમણૂક કરી દરેક વોર્ડમાં સુપરવાઇઝરો દ્વારા સાફ સફાઈ કરી જંતુનાશક દવા નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ હાલ ચાલી રહેલ ચાંદીપુરા રોગ અન્વયે દરેક વોર્ડમાં આવેલ ઝૂંપડા વાળા ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.સાથો સાથ ઘરે ઘરે નુવાન જેવી લિકવિડ દવાનો પણ છટંકાવ કરવામાં આવે છે તથા ખાડા ખાબોચિયામાં ઓઇલનો છંટકાવ કરી મચ્છર અને પાણીજન્ય રોગો જેવા અન્ય રોગોના નિયત્રણ માટેની સરાહનિય કામગીરી બન્ને નગરપાલિકાઓ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં અવી રહી છે.
000