વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં*

બ્યુરો તાપી :- વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં* તા.૩૦* જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય રોડ રસ્તા ગળનાળા સહિતના વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે ધોવાયેલ શેરીઓ તેમજ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે આ શેરીઓ તેમજ રસ્તાઓ પર સાફ-સફાઈ અને દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે .ત્યારે આજે વ્યારાનગરપાલિકા દ્વારા વ્યારા શહેરની સ્વચ્છતા માટે નગરપાલિકા અને આરોગ્યની વિવિધ ટીમોની રચના કરી સાફ-સફાઇ અને દવા છંટાકાવ કરવાની કામગીરી કરવામાં હતી. વ્યારા ચીફ ઓફિસરશ્રી વંદના ડોબરિયા દ્વારા નગર પાલિકા વિસ્તારના ૭ વોર્ડ મુજબ સુપરવાઇઝરો અને મુજબ સફાઈના કર્મચારીઓ સહિત અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે.

આ ટીમ દ્વારા રોડ રસ્તાઓ પર ફેલાયેલા ગંદકીના પડ દૂર કરી રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા વધુ અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા આપી કામગીરી કરવામાં આવી રહી છે. શક્ય હોય તેટલી ઝડપે તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
000

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल