*PM-JANMAN -અભિયાન :-તાપી*
–
*પીએમ જનમન અભિયાન અંતર્ગત સોનગઢના બોરદા અને ટાપરવાડા ગૃપ ગ્રામ પંચાયતના આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાન્વીત કરાયા*
–
બ્યુરો તાપી :- તા.૩૦* દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે બીજા તબક્કાના “PM JANMAN અભિયાન”નો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આગામી ૧૦મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવી સમગ્ર દેશનો વિકાસ સાધવાનો ધ્યેય ભારત સરકારનો છે.
આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં સમગ્ર તંત્ર દ્વારા મિશન મોડ ઉપર સર્વે અને લોક જાગૃતી અભિયાન અને લાભ વિતરણ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તાપી જિલ્લા તંત્ર દ્વારા આદિમજુથના પરિવારોને વિવિધ યોજનામાં સમાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો છે.
નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લામાં આદિમજુથ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના (૧૦૦ %) લાભ મળી રહે એ હેતુસર પીએમ જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે.
PM-JANMAN અંતર્ગત PVTGનાં લાભાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, લીડ બેન્ક અંતર્ગત પ્રધાનમંત્રી જનધન બેન્ક એકાઉન્ટ, આવકના દાખલો, રેશનકાર્ડ તથા ઉજ્જલા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ માટે બાકી રહેલ લાભાર્થીને લાભ આપવા માટે તેમજ સિકલસેલ એનિમિયા, ટીબી નિર્મૂલનનો મેડીકલ કેમ્પ આજરોજ સોનગઢ તાલુકાના બોરદા અને ટાપરવાડા ગૃપ ગ્રામ પંચાયત ખાતે જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાન્વીત કરાયા હતા.
નોંધનીય છે કે, આ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે ‘પીએમ જન મન’ મહાઅભિયાન અંતર્ગત તાપી જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમરકસી છે.
00