*ધર્મની સ્થાપના માટે સુદર્શન ચક્ર લઈ ભારત ની ભુમી પર ફરી જન્મ લેવાની વિનંતી સાથે શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મોતામાં જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી.*
શ્રાવણ વદ એકાદશીના પાવન દિને શ્રી મોતા કેળવણી મંડળ મોતા દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મિડિયમ માં ખૂબ જ સુંદર અને અલગ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. માત્ર મટકી ફોડી ઉજવવા કરતા સરસ બાલકૃષ્ણ ની પાલખી સમગ્ર શાળામાં ફેરવવામાં આવી. દરેક ક્લાસના બાળકોએ હર્ષભેર સ્વાગત કરી પૂજા અર્ચના કરી. સુંદર મઝાના નારાઓ ઢોલક મંજીરા નાં નાદથી શાળા ગુંજી ઉઠી હતી. આ સાથે std 9 ની બાળકીઓ દ્વારા સુંદર રાસ પણ કરવામાં આવ્યો.
Science વિભાગ નાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર નાટક ભજવ્યું હતું. જેમાં બાળકોએ કૃષ્ણ એ દ્રોપદીના ચિર પૂર્યા હતા તે ઘટના અને તાજેતરમાં કલકત્તા માં બનેલ તદ્દન અમાનવીય અને અક્ષમ્ય એવી ઘટનાનો ચિતાર આપ્યો હતો અને પ્રભુશ્રી કૃષ્ણને ફરી સુદર્શન લઈ અવતરવા માટે પ્રાર્થના કરી હતી. આટલી મોટી અને દંડનીય ઘટના આ દેશમાં ઘટે છે અને હજી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. દેશ ની આ દીકરીને ન્યાય મળે. પ્રભુએ આપેલ વચનને યાદ કરાવતા હવે તો પ્રભુ આવો જ અને નરાધમોને દંડ આપો એવી પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ ભગવાન બાલકૃષ્ણને છપ્પન ભોગ અર્પણ કરી આરતી કરી હતી.સુંદર અને આહ્લાદક ભજનોથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય કરી નાખ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યાશ્રી દિપીકાબેન દેસાઈ નાં માર્ગદર્શન થકી કરવામાં આવ્યો હતો. તેમણે આ પ્રસંગે બાળકોને અને ખાસ બાળકીઓ ને દેશમાં દીકરીઓને સુરક્ષા મળે અને ધર્મની સ્થાપના થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.શાળાના ટ્રસ્ટીશ્રી એવા નવીન કાકા અને મંત્રીશ્રી રમેશકાકાએ શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.