ગાંધીનગર સેક્ટર 27 રંગમંચ ખાતે ISKCON આયોજીત જન્માષ્ટમી નંદ ઉત્સવ ની ભવ્ય ઉજવણી
હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર ગાંધીનગર (ISKCON અમદાવાદનું વિસ્તરણ કેન્દ્ર) આયોજિત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, નંદઉત્સવ એવં ISKCONના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદનો આવિર્ભાવ દિવસ સેક્ટર 27 રંગમંચ ખાતે ભવ્ય રીતે ઉજવાયો.અતિથિ વિશેષ માનનીય મેયર મીરાબેન પટેલ તથા હેમરાજભાઈ પાડલીયા ભાજપા બક્ષીપંચ મોરચા કન્વીનર -ગુજરાત ઉપસ્તિથ રહીને કાર્યક્રમ ની શોભા વધારી હતી જેમાં 5000 થી વધારે શ્રદ્ધાળુ કૃષ્ણભક્તોએ હિંડોળા દર્શન,અભિષેક, કીર્તન,નાટ્ય પ્રસ્તુતિ,બાળકોને પ્રોત્સાહન ઈનામ વિતરણ તથા પ્રસાદનો લાભ લીધો હતો,17 કિલોનો કેક ભોગે રૂપે શ્રીલ પ્રભુપાદને અર્પણ કરી બધા દર્શનાર્થીઓમાં વિતરણ કરાયો હતો
અહેવાલ કનુભાઈ ખાચર