*” હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ”*
જ્યારે લોકસાહિત્યની વાત કરીએ તો સૌના પ્રિય એવા સાહિત્યકાર, નવલકથાકાર, નાટ્યકાર, કવિ ,લોકવાર્તા ના રચયિતા એવા ઝવેરચંદ મેઘાણીજી ની જન્મજયંતિ નિમિત્તે અમારી શાળા શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોતામાં તારીખ ૨૮/૦૮/૨૪ ને બુધવારના રોજ ઝવેરચંદ મેઘાણીજી રચિત લોકવાર્તા અને દોહાની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ધોરણ ૭ અને ૮ ના ૨૫ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દોહાનું ગાન અને લોકવાર્તાની ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી હતી.મેઘાણીજી એ “તુલસીક્યારો, કંકાવટી, યુગવંદના, બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર,અપરાધી , માણસાઈના દીવા” જેવી વિવિધ કૃતિઓની રચના કરી હતી..જેમાં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક, મહીડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે શાળાના મંત્રીશ્રી રમેશભાઈ પટેલ પ્રમુખશ્રી નવીન ભાઈ પટેલ અને આચાર્યા શ્રીમતિ દીપિકા બહેન દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા.