ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર, તેમજ મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરી અગે સમીક્ષા કરી હતી.
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરવાની થઈ રહેલી કામગીરી અંગે જાણકારી મેળવી. લોકોના જાનમાલની સલામતી સાથે પશુધનના રક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપીને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપવામા આવી.
જ્યાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, કે ઝાડ પડી જવાના રીધે રસ્તા બ્લોક થયા છે ત્યાં સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવા તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરવઠો ઉપલબ્ધ રહે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,800 થી વધુ લોકોનું સ્થળાંતર તેમજ 1650 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જે સંદર્ભે સ્થિતિ પર સતત નજર રાખીને સજ્જ રહેવા મુખ્યમંત્રી દ્વારા કલેકટરોને તાકીદ કરી આદેશ આપવામાં આવ્યા
ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્થાનિક જિલ્લાતંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા પણ સૂચનાઓ આપી છે.