બારડોલી પાલિકા ની સામાન્ય સભા . નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી .
પાલિકા ના સભા માં ખંડ માં ખાસ સમાન્ય સભા નું કરાયું હતું આયોજન…
પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ની અધ્યક્ષતા માં મળી હતી ખાસ સામાન્ય સભા…
નગર રચના યોજના નં 5 તેમજ યોજનાના પ્રારંભિક નિર્ણયો જાહેર કરવા અંગે બેઠક…
નિર્ણય જાહેર કરવા પહેલા આવેલ દરખાસ્ત મુજબ ટીપી રસ્તા અને એવોર્ડ મંજૂરી અંગે સભા મળી…
એજન્ડા ના કામો ને સર્વાનુમતે બહાલી અપાઈ… : બારડોલી નગર પાલિકા ની ખાસ સામાન્ય સભા નું આયોજન કરાયું હતું. ટીપી 5 અને જરૂરી મંજૂરીઓ માટે સામાન્ય સભા યોજાઈ હતી.
: બારડોલી પાલિકા માં સામાન્ય સભા મળી હતી . પાલિકા ના સભા ખંડ માં ખાસ સમાન્ય સભા નું આયોજન કરાયું હતું.પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ની અધ્યક્ષતા માં મળી ખાસ સામાન્ય સભા મળી હતી. નગર રચના યોજના નં 5 તેમજ યોજનાના પ્રારંભિક નિર્ણયો જાહેર કરવા અંગે બેઠક મળી હતી. નિર્ણય જાહેર કરવા પહેલા આવેલ દરખાસ્ત મુજબ ટીપી રસ્તા અને એવોર્ડ મંજૂરી અંગે સભા મળી હતી.એજન્ડા ના કામો ને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જ્યારે વિપક્ષી સભ્યો ને એજન્ડા ની કોપી નહીં મળતા વિપક્ષમાં ગણગણાટ જોવા મળ્યો હતો. બારડોલી નગરપાલિકા ખાતે વિવિધ પ્રકારના સાધનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાણી નિકાલ માટે તેમજ કચરો ઉત્થાપન માટે એક જેસીબી તેમજ છ જેટલા ટ્રેક્ટરનો બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
: સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાને જેમ જેમ કાર્ય વિસ્તાર વધતા ભૌતિક સાધનોની પણ ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ પડે છે. છેલ્લા ઘણા સમયથી બારડોલી નગરપાલિકામાં કેટલાક મોટા સાધનોની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બારડોલી નગરપાલિકા ખાતે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બારડોલી નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેટલાક સાધનોની ફાળવણી કરવામાં આવી હતી.
બારડોલી પાલિકા ને 74 હોર્સ પાવરનું એક મોટું જેસીબી તેમજ વરસાદી પાણી જ્યાં ભરાઈ છે. તેવા પ્રભાવિત વિસ્તારોમાં જરૂરી સાફ-સફાઈ અને કચરાના સ્થાપન માટે જરૂરી એવા છ જેટલા ટ્રેકટરો આપવામાં આવ્યા છે. આ તમામ સાધન સામગ્રીનું આજરોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બારડોલી નગરપાલિકાના હોદ્દેદારો તેમજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે તમામ સાધનોનું લોકાર્પણ પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેથી પાલિકાના વિવિધ સાધનોમાં વધુ કેટલાક સાધન સામગ્રીમાં વધારો થયો છે. જેના કારણે બારડોલી નગર માં કચરા સફાઈ સ્વચ્છતા કામગીરી માટે સાધનો ઉપયોગી બનશે અને નગરજન ની સફાઈ કામગીરી ની સમસ્યા મુદ્દે વહેલી તકે સકારાત્મક નિવારણ આવશે. ..