ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના સુશ્રી દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીશ્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી ના હાથે રાખડી બાંધી હતી.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રિટા બહેન પટેલ, મેયર શ્રીમતી મીરાં બહેન તેમજ સમાજ ના વિવિધ વર્ગોની બહેનોએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું.
મુખ્યમંત્રી ને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ્ગીતા ના શ્લોક લખેલી ૧૪૦ ફૂટ ની વિશાળ રાખડી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.