*શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મિડીયમ દ્વારા સરહદ ઉપર આપણી રક્ષા કાજે તૈનાત જવાનો ને રાખડી મોકલાવામાં આવી.*
શ્રી મોતા કેળવણી મંડળ મોતા દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મોતાનાં વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન ની ઉજવણી વિશિષ્ટ રીતે કરાવવામાં આવી. આપણાં દેશની રક્ષા કાજે અવિરત અને અડગતાથી ઊભા રહેનાર આપણા જવાન ભાઈઓ રાત -દિવસ, ટાઢ -તાપ કોઈની પરવા કરતા નથી. એમને રક્ષાબંધન નાં વિશેષ દિવસોમાં યાદ કરી તમામ બાળકોએ પોતે રાખડી બનાવી અને પત્ર લખી આર્મી જવાનો માટે મોકલવામાં આવ્યા. આપણે સુખાકારી અને રક્ષા માટે તેઓ કેટલો કષ્ટ વેઠે છે. તે બાળકોએ પણ સમજવાનો પ્રયત્ન કર્યો.
શાળાના આચાર્યાશ્રીનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. શાળાના ચિત્રકામનાં શિક્ષિકા એવા ખૂશ્બુબેન અને જ્યોતિબેન દ્વારા આ બાળકોને આ પ્રવૃત્તિ માં યોગદાન આપવામાં આવ્યું. અમારી શાળાનું સદ્ ભાગ્ય છે કે આમારી શાળામાં ભણતા બાળકના વાલી, અમારી શાળામાં ભણી ગયેલ વિદ્યાર્થી, અને એક શિક્ષિકાના પતિ હાલ દેશની સુરક્ષા માટે અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. પાર્સલ પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ચાઇના બોર્ડર અને દ્વારિકા તૈયાર કરી કુલ 1000 જેટલી રાખડીઓ મોકલવામાં આવી અને આપણાં જવાનો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. આવી સુંદર પ્રવૃત્તિ કરવા બદલ શ્રી મોતા કેળવણી મંડળે શાળાને અભિનંદન પાઠવ્યા હતા.