સુરત ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત બહાર થી આવીને વસેલા અલગ અલગ રાજ્યના પરિવારના ભૂલકાઓને શિષ્યવૃત્તિ માંથી બાકાત કરવાનો કાયદો લાવવા માં આવ્યો છે એનાં વિરોધ માં સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન રાખી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવેલ કે સરકાર ભારત દેશના નાગરિકો સાથે ભેદભાવ કરી રહી છે એ બંધ કરે અને જો આ કાયદો પાછો ખેંચવામાં નહિ આવે તો સુરત શહેર યુવક કોંગ્રેસ ના પ્રમુખ મેહુલ દેસાઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરુ કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શન નાં કાર્યક્રમ માં યુથ કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા.
(તસવીર : દિપક સિંહ પરમાર રાનકુવા )