*હર ઘર તિરંગા અભિયાન- તાપી જિલ્લો*
–
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
–
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે મહુવા વિધાન સભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી.
આ કાર્યક્રમાં વાલોડ તલુકા પંચાયતના સભ્યશ્રીઓ,હોદ્દેદારો, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ સહિત હાથમાં તિરંગા સાથે નાગરિકો પણ ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા. દેશભક્તિના નારાઓ સાથે તિરંગા યાત્રામા જોડાયેલા દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી. 12/08/2024