રાનકુવા : અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ રાનકુવા પોસ્ટ ઓફિસ ની મુલાકાત લીધી.
રીપોર્ટર :- દિપક સિંહ પરમાર
રાનકુવા,તા.10/08/2024
ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 11 સામાન્ય પ્રવાહના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આજ રોજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત રાનકુવા પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. જેમાં રાનકુવા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર શ્રી રાજુભાઈ ગરાસીયા ,ભાવેશભાઈ પટેલ અને સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને પોસ્ટની દરેક યોજનાઓ, પોસ્ટની સર્વિસ ,ઇન્સ્યોરન્સ વગેરેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને બાળકોને પોસ્ટનુ મહત્વ અને અભ્યાસનું મહત્વ પણ રજુ કર્યું હતું.અંતમાં શાળાના આચાર્યા શ્રી જાગૃતિબેન યાદવ એ પોસ્ટ ઓફિસ ના સર્વે કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.