સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કોબા પ્રાથમિક શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
બાળકો સાથે શિક્ષક ડોક્ટર ધર્મેશ પટેલ વાઘના જુદા જુદા મોહરા બનાવી બાળકો સાથે ખૂબ આનંદ કર્યો. બાળકોને જુદા જુદા પ્રાણીઓ વિશે સમજાવવામાં આવ્યું. બાળકોને આ બધા પ્રાણીઓ જંગલમાં એક સાથે રહે છે. અને કઈ રીતે સંપ રાખીને પોતાના જીવનમાં આગળ વધે છે. એની સમજ આપવામાં આવી. પ્રાણી આપણા મિત્ર છે એને જમવાનું આપવું. આપણા બાપ-દાદા એક રોટલો ગાય માતા માટે અલગથી બનાવતા હતા. આવી ઘણી બધી સમજો આપી અને દરેક બાળકોને પ્રાણીઓના મુખ પહેરાવી અને જંગલ કેરા પ્રાણીઓની છુકછુક ગાડી જાય એ ગીતની સમજ આપી. બાળકોને ખૂબ જ મજા પડી. આજના સિંહ દિવસે બાળકોને આપણા પાલતુ પ્રાણીઓ વિશે માહિતી આપવામાં આવી અને સિંહ અને વાઘની રક્ષા કરવી એ આપણી ફરજ છે. એના વિશે સમજાવવામાં આવ્યું.