મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દ્વારા આયોજિત ગુજરાત સહિત દેશભરના રાજ્યોની વિવિધ હસ્તકલા કારીગરીની તેમજ હાથશાળની વસ્તુઓ અને ઉત્પાદનોના હેન્ડલુમ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હ તું. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ NIFT પરિસરમાં નવીનીકરણ પામેલા ત્રણ વિભાગો – ફેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટ, ફેશન એન્ડ લાઈફ સ્ટાઈલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ તથા માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટના ઉદઘાટન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના તેમના #ManKiBaat કાર્યક્રમમાં પણ હાથસાળના આવા દરેક રીતે સસ્ટેઈનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઉત્પાદનોનો અને ઉપયોગને કરવા દેશવાસીઓને આહવાન કર્યું છે.