વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું અને 5 ઓગસ્ટના રોજ ભારત આવ્યા. શેખ હસીના જ્યારે બાંગ્લાદેશથી નીકળ્યા ત્યારે તે વિમાનમાં ભારત આવ્યા હતાં, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, શેખ હસીનાનું પ્લેન AJAX 1431 છે, જે આર્મી પ્લેન છે અને તેને હિંડન એરબેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં કત્લેઆમ, શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા, ટોળાથી ડરીને ભાગી રહી છે પોલીસ
બાંગ્લાદેશમાં લગભગ 450 પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ સિવાય અવામી લીગના કાર્યાલયોને પણ આગ લગાવી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના 29 મૃતદેહ મળી આવ્યા છે. તો બીજીબાજૂ હિંદુ સહીતના લઘુમતીઓને પણ વ્યાપક હિંસાનો ભોગ બનાવવામાં આવી છે.