” *શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં હિન્દી સાહિત્યના ‘પ્રખર ‘સાહિત્યકાર પ્રેમચંદ મુનશી છવાયા’*.
શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રેમચંદ મુનશી ના જન્મદિન નિમિત્તે પ્રાથમિક વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
*”ख़्वाहिश नहीं है मुझ को, मशहूर होने की ! यूं ही चाहतों की चाहत में, मग़रूर होने की ! मैं तो लिखता हूँ सिर्फ अपनी ख़ुशी के लिए, न दिखती कोई वजह, मेरे मज़बूर होने की !”*
હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ લેખક,કવિ,નાટ્યકાર અને સંપાદક પ્રેમચંદ નો જન્મ 31 જુલાઈ 1880 માં વારાણસીની નજીક લમ્હી ગામમાં થયો હતો. પ્રેમચંદ મુનશી એ હિન્દી સાહિત્યના બધા પ્રકારોમાં પોતાનું ખેડાણ કર્યું હતું એટલે તેમને હિન્દી સાહિત્યના પિતામહ તરીકે પણ ઓળખે છે. આવા લબ્ધ પ્રસિદ્ધ સચેત સાહિત્યકારના જન્મદિન નિમિત્તે શાળામાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિડીયો દ્વારા જીવન પરિચય અને પ્રશ્નોત્તરી , ચાર્ટ ચિત્રો વડે વિદ્યાર્થીઓને પ્રેમચંદ મુનશીના સાહિત્ય વિશે અવગત કરાવવામાં આવ્યા હતા .બધા જ વિદ્યાર્થીઓ એ ખૂબ રસપૂર્વક વર્ગ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પ્રેમચંદ મુનશી વિશે જાણકારી મેળવી હતી. આ અવસરે આચાર્ય શ્રી. દીપિકાબેન દેસાઈએ જણાવ્યું કે આ રીતે બાળકો દરેક લેખક અને કવિઓના જીવન દર્શન વિશે જાણે અને તેમના પુસ્તકોનું વાંચન કરે.આ સરાહનીય કાર્ય માટે શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ , મંત્રી શ્રી રમેશ કાકા અને મંડળે આચાર્યશ્રી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર, વાસ્તવિક રીતે શાળામાં સાહિત્યિક વાતાવરણની લહેર પ્રસરી ગઈ હતી.