*સુરતમાં અનરાધાર વરસાદ, 5 ઈંચ સાથે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્ત-વ્યસ્ત*
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈચથી વધુ, સુરતના ઓલપાડ બારડોલી પલસાણામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં 5 ઈંચથી વધુ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચથી વધુ, વલસાડના પારડીમાં 4 ઈંચથી વધુ, સુરતના ઓલપાડમાં 4 ઈંચથી વધુ નોંધાયો છે.
*સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા*