‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી…

➡️ અનુસૂચિત જનજાતિના 18 થી 35 વર્ષના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી વર્ષ 2008થી PPP મોડેલ હેઠળ ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ કાર્યક્રમ અમલી; છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ, નવસારી સહિતના આદિજાતિ વિસ્તારોમાં 9 મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત
➡️ રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ગાંધીનગરના ‘નોલેજ કોરિડોર’ ખાતે ‘ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ’ (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે; iACE ખાતે 800 જેટલાં આદિજાતિ યુવાનોએ મેળવી તાલીમ

➡️ iACEની વિશેષતા એ છે કે, અહીં આદિજાતિ તાલીમાર્થીઓને તાલીમની સાથે રહેવા – જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે; અહીં યુવાનોને ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી પોતાની કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મળી રહી છે : ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ યોજનાના લાભાર્થી...






