
ICDS શાખા જિ.પં. સુરતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તા-૦૨/૦૯/૨૦૨૬ ના રોજ પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર અને મિલેટ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. મિલેટ્સ એટલે બાજરી,જુવાર, જવ , નાગલી, રાજગરો જેવા જાડા ધાન જે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પોષણ અંગે જાગૃતિ ફેલાવવા તથા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહારને પ્રોત્સાહન આપવા માટે *પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન* કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. સ્થાનિક અને સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓ દ્વારા સંતુલિત આહાર, પોષણમૂલ્ય અને સ્વસ્થ જીવનશૈલી અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જેમાં આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રી *યશ્વીબેન ચિરાગભાઈ પટેલ (ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ), જિલ્લા સભ્યશ્રી નર્મદાબેન, CDPOશ્રી દિક્ષિતાબેન ડોડીયા, TPEOશ્રી અર્ચનાબેન, મેડિકલ ઓફિસરશ્રી શિલ્પાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ વાનગીઓનું નિરીક્ષણ કરી તેમની પોષણક્ષમતા, સ્વચ્છતા, રજૂઆત તથા વાનગીમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તાલુકા કક્ષાએ વાનગીઓમાં પોષણ મૂલ્યો, સજાવટ, સ્વાદ વગેરે ના આધારે સ્પર્ધામાં પ્રથમ,દ્રિતીય અને તૃતીય ક્રમ આપી અદાણી ફાઉન્ડેશન તરફથી ઇનામો એનાયત કરી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર :- 9016924808






