108 ઈમરજન્સી સેવાની સમયસૂચકતા અને તબીબી કુશળતાથી પ્રસૂતાની સફળ ડિલિવરી કરી સરાહનીય કામગીરી કરી..

પલસાણા તાલુકાના ભાટિયા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે કટોકટીની પરિસ્થિતિમાં સમયસર પ્રતિસાદ આપી તબીબી પ્રોટોકોલ મુજબ કામગીરી કરી માતા અને નવજાત બાળકને જરૂરી પ્રિ-હોસ્પિટલ કેર પૂરી પાડી હતી.

નિલેશભાઈ પાસવાનની ધર્મપત્ની ગુંજાબેન નિલેશભાઈ પાસવાનને ગર્ભાવસ્થાના નવમા મહિનામાં ઘરે પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કેસ મળતાની સાથે જ ભાટિયા લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં ફરજ પર હાજર EMT ચંદ્રકાંતભાઈ પંચાલ તથા પાયલોટ આશિષ રાઠવા તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયા હતા.

ઘટનાસ્થળે પહોંચ્યા બાદ EMT ચંદ્રકાંતભાઈ પંચાલ દ્વારા પ્રસૂતાની પ્રાથમિક તપાસ કરી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રસૂતિ તાત્કાલિક થવાની સ્થિતિ જણાતા સમયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી તબીબી પ્રક્રિયા સ્થળ પર જ હાથ ધરવામાં આવી હતી.

EMT ચંદ્રકાંતભાઈ પંચાલે એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જરૂરી તબીબી સાધનો તથા ડિલિવરી કીટનો યોગ્ય ઉપયોગ કરી તબીબી પ્રોટોકોલ મુજબ પ્રસૂતિ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન અમદાવાદ ERCP પાસેથી જરૂરી તબીબી માર્ગદર્શન મેળવી માતા અને નવજાત બાળકને જરૂરી પ્રિ-હોસ્પિટલ કેર આપવામાં આવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની જરૂરી પ્રાથમિક સંભાળ રાખવામાં આવી હતી. ત્યારબાદ બંનેને વધુ તબીબી તપાસ અને સારવાર માટે CHC પલસાણા ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરીમાં EMT ચંદ્રકાંતભાઈ પંચાલની તબીબી કુશળતા, સમયસૂચકતા અને નિર્ણયક્ષમતા તેમજ પાયલોટ આશિષ રાઠવાની ઝડપી અને જવાબદારીપૂર્ણ કામગીરી મહત્વપૂર્ણ રહી હતી. સાથે જ ERCP તરફથી મળેલા સમયસરના તબીબી માર્ગદર્શનથી ટીમને જરૂરી તબીબી સહયોગ મળ્યો હતો.

આ પ્રશંસનીય કામગીરી બદલ EM હિતેશ રોહિત સાહેબ તથા PM અભિષેક ઠાકર સાહેબ દ્વારા 108 ટીમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.

કટોકટીના સમયે સમયસર મદદ પહોંચાડી માતા અને નવજાત બાળકને જરૂરી પ્રિ-હોસ્પિટલ કેર આપી આગળની સારવાર માટે CHC પલસાણા ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવા બદલ પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવાની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઘટના 108 ઈમરજન્સી સેવાની “સમયસર પ્રતિસાદ, યોગ્ય તબીબી સંભાળ અને સુરક્ષિત હોસ્પિટલ પરિવહન” પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.. . 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल