ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રીનો મોટો નિર્ણય; રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500 કરોડ ફાળવશે…

 મુખ્યમંત્રી શ ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદના પગલે સુરત પહોંચી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો; મુખ્યમંત્રી એ સુરતના અલથાણ સ્થિત અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ, શહેરની સાફ સફાઈ, રોગ નિયંત્રણ પગલાં તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી….

સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રીનો મોટો નિર્ણય; રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500 કરોડ ફાળવશે…

મુખ્યમંત્રીએ સુરત શહેર અને જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે હાથ ધરાયેલ કામગીરીની વિગતવાર જાણકારી મેળવી અને જન જીવન પૂર્વવત કરવા અંગે માર્ગદર્શન આપતા તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ તેમજ ઘરવખરી માટે સહાયની ચૂકવણી કરવાના દિશા-નિર્દેશ આપ્યા…

મુખ્યમંત્રીએ ત્યારબાદ નવસારી પહોંચ્યા અને નવસારી શહેર – જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે જે સ્થિતી ઊભી થઈ છે તેમાં વહીવટી તંત્રની બચાવ-રાહત-સહાય કામગીરીની સમીક્ષા કરી…

#DisasterManagement

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल