રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેના તરફથી લડતા 10 ભારતીય યુવાનોના મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો..

રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેના તરફથી લડતા 10 ભારતીય યુવાનોના મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કર્યો છે. યુદ્ધમાં ફસાયેલા 26 ભારતીયોના પરિવારોએ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ યુવાનોએ પોતાની સ્વેચ્છાએ રશિયન સેના સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા. બીજી તરફ, પરિવારોના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ યુવાનોને એજન્ટોએ નોકરીના બહાને રશિયા બોલાવીને છેતર્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાયા અને તેમને જબરદસ્તી યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા. જે યુવાનોએ જીવ ગુમાવ્યા છે તેમની પત્નીઓ માત્ર 25-26 વર્ષની ઉંમરે વિધવા થઈ છે, જેના કારણે પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.

સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે વિદેશ મંત્રાલયને આ મામલે અત્યાર સુધી લેવાયેલા પગલાં અને ફસાયેલા ભારતીયોની સ્થિતિ અંગે વિગતવાર ‘સ્ટેટસ રિપોર્ટ’ દાખલ કરવા આદેશ આપ્યો છે. પરિવારોએ મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાની પણ માગ કરી છે.
#amdavadnews #gujaratupdate #suratnews #rajkotnews #trendingnews #LatestNews #BreakingUpdate #BreakingNews #new

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल