મોદીની માર્કેટિંગ સ્ટ્રેટેજીનું પોસ્ટમાર્ટમ???

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માર્કેટિંગ સ્ટ્રેટેજીનું પોસ્ટમાર્ટમ? 🤔 વાંચો👇🏻👇🏻

હમણાં જ વેસ્ટ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી બોલે છે કે યા તો હું પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હોઈશ યા તો આવનાર જન્મમાં બંગાળમાં જન્મીશ! …. 

મોદી જ્યાં જાય ત્યાં ભાષણમાં કોઈને કોઈ રીતે તે વિસ્તાર સાથે જબરદસ્તી જોડાણ બનાવવાનો પ્રયત્ન કરે છે ! અને મુદ્દાની વાત એ છે કે આ ભાષણ સામે બેઠેલી પબ્લિક માટે બિલકુલ નથી હોતું!

તમને થશે કે આ શું કહો છો ! આટલી મહેનત કરીને તૈયાર કરેલું ભાષણ સામે બેઠેલી પબ્લિક માટે નથી તો કામ માટે છે ?

આ જ મુખ્ય રહસ્ય છે કે મોટા ભાગની પબ્લિક સમજતી નથી જેનો ફાયદો ઉઠાવાય છે. આ વાત હું તમને જણાવું તે પહેલા ભાષણનું સ્ટ્રક્ચર સમજવું જરૂરી છે. પછી હું તમને તેની રણનીતિ સમજાવીશ. જે જાણીને તમને ચોંકી પણ જશો અને આગળની આખી ટેકનિક સમજી જશો કે શા માટે દેશમાં અંધભક્તોની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો.

આ ભાષણના કાર્યક્રમો વાસ્તવમાં કોના માટે કરાય છે અને કેમ કરાય છે ? કોણ છે મુખ્ય ટાર્ગેટ? આ બધું આખી પોસ્ટ વાંચશો એટલે સમજી જશો.

એક વાત જણાવી દઉં કે હું મોદીની જેમ ફેકા નથી મારી રહ્યો. આ માહિતી મારા સેલ્સ માર્કેટિંગના ૧૫ વર્ષના અનુભવ , ૫ વર્ષના ડિજિટલ માર્કેટિંગ કમ બિજનેસ ટ્રેનરના અનુભવ તથા ૮ વર્ષની સાઇકોલોજિકલ રિસર્ચ અને સાઇકોલોજીના સ્નાતક તરીકેના અભ્યાસ પરથી જણાવું છું.

✅ મોદીના ભાષણના મુખ્ય ચરણો આ પ્રમાણે છે.👇🏻👇🏻

👉 પ્રથમ ચરણ : શરૂઆતની 2 મિનિટ સ્થાનિક ભાષામાં વાત કરવી ટેલિપ્રોમ્પ્ટરની મદદથી. જેમ કે “ઓમાર સોનાર બાંગલા “

આ ચરણમાં પ્રયાસ કરાય છે કે તે વિસ્તારનાં સ્થાનિક કપડા પહેરવામાં આવે જેથી એક ભાવનાત્મક પ્રભાવ પડે.

👉 બીજું ચરણ : કોઈને જોઇન ભાવનાત્મક નાટક કરવું. જેમ કે કોઈ બાળકને મોદીનું ચિત્ર લઈને ઊભો રાખવો, કોઈ બાળક કે ભીડ ને બેસવા માટે કહેવું તેમની ચિંતા વ્યક્ત કરવી ઇત્યાદિ. ક્યારેય આવું ન થતા ભાવનાત્મક અપીલ કરાય છે જેમ કે

વિપક્ષને મેરી માં કો ગાલી દી!
મેં રોજ દો ઢાઈ કિલો ગાલી ખાતા હું!
મેં ગરીબ કા બેટા હું, કિસાન કા બેટા હું !

👉 ત્રીજું ચરણ: ત્યાર પછી કોઈ ને કોઈ રીતે કનેક્શન બનાવવું જેનાથી એમ લાગે કે તેઓએ આ વિસ્તારમાં કામ કર્યું છે અને તેઓ અહીંની સમસ્યાઓને સમઝે છે.

ઉદાહરણ: બાંગ્લાદેશમાં તેઓ બોલ્યા હતા કે મેં બાંગ્લાદેશની આઝાદી સમયે ત્યાંની મુક્તિ સેના સાથે કામ કર્યું હતું ! 😂

જેમ કે ગુજરાતમાં સાપુતારા વિસ્તારમેં તેઓ સાઇકલ પર ફર્યા હતા પ્રચાર માટે

જેમ કે જે તે વિસ્તારના ભોજનની, મીઠાઈની અથવા કપડાની પ્રસંશા કરવી.

👉 ચોથું ચરણ: વિપક્ષ પર વાર કરવા કે કેવી રીતે નહેરુજીએ ૭૦ વર્ષ સુધી આ વિસ્તારમાં આ સમસ્યા ન સોલ્વ કરી. કોઈ પ્રોડક્ટ વેચવા માટેનો સૌથી સરળ અને હલકો રસ્તો વાંચે કે બીજાની પ્રોડક્ટને નીચી દેખાડવી. આ માર્કેટિંગનો સરળ રસ્તો છે જે લાંબો નથી ચાલતો. અને એમ પણ મોદીને ટૂંક સમય માટે એટલે કે ચૂંટણી જીતવાથી મતલબ છે તમારી સમસ્યાં સુલઝવાથી નહીં.

👉 પાંચમું ચરણ: ત્યાર બાદ તે સમસ્યાને લગતી કોઈને કોઈ યોજનાની વાત કરવી જેથી તેમની સરકારના ગુણગાન ગવાય.

👉 છઠ્ઠું ચરણ: ત્યાર બાદ ભાષણની વચ્ચે અથવા બીજા ચરણમાં કોઈ કોલ તો એક્શન આપવું! એટલે કે એવું કઈક કરવું જેમાં સૌ ભાગ લે.

જેમ કે હમણાં જ એરપોર્ટના ઉદ્ઘાટન સમયે તેમને બધાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરવા કહ્યું. જે મોટું બ્લન્ડર સાબિત થઈ કેમ કે દિવસે તે ફ્લેશ લાઇટ દેખાવાની નહોતી !

👉 સાતમું અને અંતિમ ચરણ દેશભક્તિના નારા, ગીત અથવા સ્થાનિક ભગવાનના નારા તથા ગીત સાથે સમાપન કરવું.

હવે આ પત્યા પછી જ અસલી માર્કેટિંગનું કામ શરૂ થાય છે. ! આ તો રો મટિરિયલ ભેગું કરાયું હતું!

વાસ્તવમાં મોદીનું આ ભાષણ સામે બેઠેલી હજારોની ભીડને પ્રભાવિત કરવા હતું જ નહીં ! 😱

તમે કહેશો શું વાત કરો છો ! આટલો બધો ખર્ચ અને મહેનત આ ભીડને આકર્ષિત કરવા નહોતું તો શેના માટે હતું !

✅ ચાલો સરસ ભાષામાં સમજીએ !

આ ભાષણબાજી આ ભીડ માટે એટલે નથી હોતી કેમ કે આ ભીડ જે આવેલી ભીડ નથી હોતી ! આ ભીડ બૉલીવુડના ગીતમાં હીરો હેરોઇન પાછળ નાચતા કલાકારો જેવી છે. જેમનું કામ માત્ર સીન કે ગીતની જરૂરિયાત છે. તેનું કારણ નહીં ! 🤓

અસલી ખેલ હવે શરૂ થાય છે માર્કેટિંગનો. એક વાટ યાદ રાખો પ્રચારમાં આખું રાજ્ય તો ઉમટી નથી પડવાનું ક્યારેય! તો પછી આખા રાજ્યની પબ્લિક સુધી આ ભાષણ પહોચાડવું કેવી રીતે ?

વાસ્તવમાં આ કાર્યક્રમ એક ટીવી જાહેરાત છે. મોદી અને તેમ આવેલી ભીડ એ જાહેરાતના કલાકારો હોય છે.

તમને થશે એ કેવી રીતે ખબર પડે ?

👉 આ ભીડને લાવવા માટે હજારો બસો અને સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ તથા ૨૦૦ રૂપિયા અને કુરકુરે આપી લવાયેલા ગરીબોની વ્યવસ્થા કરાય છે. એ પણ તમારા પૈસાથી.

👉 શરૂઆતની હરોળમાં બેઠેલી ભીડને કાર્યક્રમ પહેલા ટ્રેનિંગ આપવામાં આવે છે. કેવી રીતે તાળી વગાડવી ! ક્યારે મોદી મોદી ના નારા લગાવવા અને કેટલી જોરમાં! તથા તેમની માટે શરાબ અને કબાબની પણ વ્યવસ્થા કરાય છે.

આ લોકોની પ્રતિક્રિયા જોઈને બાકીની લાવેલી ભીડ તેનું અનુસરણ કરે છે જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. જેમ એક ઘેટું બીજા ઘેટા પાછળ એની પૂછડી જોઈ ચાલે છે.

✅ હવે આ સમગ્ર કાર્યક્રમ એટલે કે જાહેરાત રેડિ થયા પછી તેને રાજ્યના ઘર ઘર સુધી પહોચાડવાનો સમય આવે છે. આ છે મુખ્ય ચરણ પ્રચારનું.

હવેનું કામ ત્રણ પ્લેટફોર્મ્સને સોંપવામાં આવે છે.

👉 ગોદી મીડિયા : સવાર સાંજ મોદીના ભાષણોનો મારો કરાય છે, તેમની ટીકા ટિપ્પણી પર ડિબેટો કરાય છે, તેમને કરેલા સ્થાનિક ની વાહવાહી કરાય છે.

મોટા ભાગની ન્યૂઝ ચેનલ અંબાણી અને અદાણી દ્વારા ખરીદાયેલી છે. આ બંને આ રીતે રોકાણ કરીને ચૂંટણી ફંડ આપે છે. તેઓ સીધું ફંડ ક્યારેય નથી આપતા.

👉 આઇટી સેલ: અમિત માલવિયા જેના હેડ છે તે સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ બનાવી અને ભાષણના વિડિયો શેર કરવાનું ચાલુ કરે છે.

👉 વોટ્સએપ યુનિવર્સિટી: સૌથી મોટું અને અસરકારક માધ્યમ આ જ છે કેમ કે દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ પોતાના અંગત વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવા કરતો હોય છે. જો આ સ્પેસમાં જગ્યા મળી મતલબ તમે વ્યક્તિની વિશ્વાસ જીતી લીધો.

દરેક વ્યક્તિ વોટ્સએપમાં આવતા મેસેજને પ્રાધાન્ય એટલે જ આપે છે. જેના કારણે જે તમે જોયું હશે હવે દરેક મોટી કંપની તમને વોટ્સએપ પર મેસેજ કરે છે. બ્લૂ ટિક લગાવેલ લેબલ સાથે!

વોટ્સએપ પર પોસ્ટ અને ખોટી ભ્રામક માહિતીનો મારો ચલાવાય છે.

આખા ભાષણના કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય જ રાજ્યની કે ભારતની જનતાને આ ત્રણ માધ્યમથી પ્રભાવિત કરવાનો હોય છે. જેના કારણે અંધભક્તોનો જન્મ થાય છે.

✅ આ આખી રણનીતિમાં પણ પ્રભાવિત કોણ થાય છે ?

👉 જે મેજોરિટીમાં છે
👉 ઓછું ભણેલા લોકો ( સરકારી શાળાઓ બંધ એટલા માટે કરાય છે )
👉 યુવાનો અને તરુણો ( તેઓમાં પરિપક્વતા નથી હોતી)
👉 મધ્યમ વર્ગ

આ ખૂબ સફળ રણનીતિ ગણાય છે જેને બિઝનેસની ભાષામાં એગ્રેસિવ સેલ્સ ફનેલ કહેવાય છે. પરંતુ આ પ્રક્રિયામાં લોકોને મૂર્ખ જ બનાવવામાં આવી છે એટલે આગળ જતા પ્રોડક્ટની ( મોદીની) વાસ્તવિકતા છતી થાય છે.

જેના કારણે દર વખતે આ પ્રક્રિયાનો સ્કેલ વધારવો પડે છે અને સરવાળે ખર્ચ વધે છે. કેમ કે પ્રોડક્ટ નકામી હોય ત્યારે આગળ જતા તેનું વેચાણ ( સીટો) ઘટે છે. ( ૨૦૨૪ માં ૨૪૦ પર આવવું) હવે તેને જાળવી રાખવાં માટે કાવાદાવા કરવા જ પડે છે. જેમ કે ચૂંટણી પંચને જે હાઇજેક કરવું.

ટૂંકમાં મોદી એક એવી નકામી પ્રોડક્ટ હતી જેને માર્કેટિંગના માધ્યમથી જનતાને પકડવામાં આવી છે. હાલમાં જે તેની લોકપ્રિયતાના આંકડાઓ તમે જુઓ છો તે બધા ખરીદાયેલા હોય છે!

જો મોદી વિશ્વનના સૌથી લોકપ્રિય નેતા હોય તો શા માટે ઈરાનનું યુદ્ધ નથી રોકાવી શકતા?

લોકપ્રિય હોવું અને પરિણામ આપવું આ બંને અલગ બાબત છે! જે ઓછું ભણેલા અથવા વધું ભણેલા પણ તાર્કિક બુદ્ધિ ન ધરાવતા લોકો નથી સમજી શકતા!

આશા રાખું છું કે તમે બીજેપી આરએસએસની આ પ્રચાર રાજનીતિ સમજી ગયા હશો કે શા માટે મોદી પ્રચારમાં મોં માથા વગરની વાતો કરતા હોય છે.

#india #gujarat ગુજરાત આત્મીયતા ન્યૂઝ

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल