ટકારમા પ્રાથમિક શાળામાં તારીખ -૨૭/૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, એસ. સી. મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા, યુવા મોરચા ના મહામંત્રી રાજવીરસિંહ ઠાકોર, લાયઝન અધિકારી શ્રીમતી રેશમાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ -૧ નાં મળીને કુલ ૧૫ બાળકોને મહેમાન શ્રી દ્વારા શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ તબક્કે આવકાર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત નાં ટ્રસ્ટી ઉદયભાઈ ઘોરી, રવિભાઈ જાદવ તથા અરવિંદભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આવકાર ફાઉન્ડેશન દ્વારા પ્રવેશપાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ,૧૫૦ નંગ ડીશ, ચમચી તથા ગ્લાસ નું દાન કરવામાં આવ્યું હતું. ગામ ના સરપંચ શ્રીમતી મેઘનાબેન પટેલ દ્વારા ધોરણ -૧ ના ૧૫ બાળકોને બેગ નું દાન કરવામાં આવ્યું હતુ. સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક કીટ નું પ્રદર્શન તથા સ્માર્ટ વર્ગખડોનું મહેમાન શ્રી ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું… શાળા ના આચાર્ય શ્રી વિપુલભાઇ વિરડીયા દ્વારા સરકાર શ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ગ્રામજનો, પંચાયત સભ્યો, SMC સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.. શાળાના આચાર્ય શ્રી દ્વારા કાર્યક્રમ ની આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.