નિઃસહાય બનેલ મહિલા અને તેમના ૩ વર્ષ ના બાળકને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હે્પલાઇન ટીમ બારડોલી ની સરાહનીય કામગીરી

નિઃસહાય બનેલ મહિલા અને તેમના ૩ વર્ષ ના બાળકને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હે્પલાઇન ટીમ બારડોલી ની સરાહનીય કામગીરી

એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હે્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા મળી આવેલ છે અને તેમની સાથે એક નાનું બાળક પણ છે.તેથી મહિલા નું કાઉન્સેલિંગ કરવા માટે 181 ટીમ ની મદદની જરૂર છે.

ફોન આવતાની સાથે જ 181 અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીલાબેન ચૌધરી અને પાયલોટ નિકુંજભાઈ ધટનાસ્થળ પર પહોચ્યા.ત્યારબાદ તપાસ કરતાં મહિલા તેમના 3 વર્ષ ના બાળક સાથે મંદિર માં બેઠા હતાં.મહિલાએ કાઉન્સેલિંગ દરમ્યાન અભયમ ટીમ ને જણાવેલ કે મારું મૂળ વતન કોલકાતા છે પરંતુ મેં ગુજરાત માં લગ્ન કર્યો છે.મારા લગ્ન ના 5 વર્ષ થયા છે અને મારું 3 વર્ષ નું એક બાળક પણ છે. પીડિતા મહિલા તેમના પતિ સાથે એક ભાડા ના મકાન માં સુરત ખાતે રહેતા હતાં. પરંતુ 2 મહિના પહેલા તેમના પતિ એ તેમની મરજી વિરુદ્ધ ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે લઈ ગયા હતા અને યાત્રા કરીને પરત આવતા હતા ત્યારે નેશનલ હાઇવે પર એક મંદિર માં ચાર દિવસ થી રહેતા હોય અને ગઈ કાલ ના રોજ મહિલા ને તેમના પતિ કંઈક કામ છે એવું જણાવી મહિલા અને તેમના બાળક એકલા મૂકીને જતાં રહ્યા હતા .તેમજ પીડિતા મહિલા અહીંયા કોઈ ઓળખતા ના હોય તેથી 181 ટીમ દ્વારા મંદિરના સંચાલક ને પણ પૂછપરછ કરેલ પરંતુ તેમને પણ આ બાબત વિશે ખ્યાલ નહોતો તેથી હાલ પીડિતા મહિલા અને તેમના બાળક ની સુરક્ષા અને સલામતીને ઘ્યાન માં રાખી ને 181 અભયમ ટીમ દ્વારા મહિલા અને તેમના બાળક ઘટનાસ્થળે થી રેસ્ક્યુ કરી સખી વન સ્ટોપ સેન્ટર સુરત ખાતે સુરક્ષિત આશ્રય આપવેલ

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल