ઓલપાડ તાલુકાની કાંઠા સુગર મિલમાં આચરેલા કોભાંડ અંગે સુગર મિલના કસ્ટોડીયન દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે..છે..

ઓલપાડ તાલુકાની કાંઠા સુગર મિલમાં કોભાંડ થયા હોવાની આશંકાને પગલે સુગર મિલના કસ્ટોડીયન દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે , આ ફરિયાદ માં કાંઠા સુગર મિલના તત્કાલીન એમ.ડી. , તત્કાલીન ગોડાઉન કીપર , તેમજ પીપલ્સ કો.ઓ.બેન્કના તત્કાલીન મેનેજર દ્વારા આ કોભાંડ કર્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે , સુગર મિલમાં જેતે સમયે જે ખાંડ નો સ્ટોક હતો તેના કરતા અનેકગણો સ્ટોક પત્રક માં બતાવવામાં આવ્યો હતો અને તેના પર એનસીડીસી માંથી માતબર રકમની લોન લેવામાં આવી હતી , જે લોન આજદિન સુધી ભરપાઈ કરવામાં આવી નથી . ખાંડ ના સ્ટોક ની દેખરેખ ની જવાબદારી પીપલ્સ કો.ઓ.બેન્કની હતી , અને ખાંડ ના જથ્થા ના વેચાણ બાદ તે રકમ બેંકમાં જમાં કરવાની જવાબદારી પણ હતી , સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल