બારડોલી 181 મહિલા અભયમ હેલ્પલાઇન ની ટીમ ની સરાહનીય કામગીરી..

*પતિના બીજી મહિલા સાથે આડાસંબંધથી કંટાળી ને આખરે પીડિતા મહીલાએ 181 અભયમનો સહારો લીધો*

આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક મહિલા એ ફોન કરી ને જણાવેલ કે તેના પતિ દ્વારા બહુ હેરાનગતિ હોય માટે 181 ટીમની મદદ ની જરૂર છે

પીડિતા મહીલાના ફોન આવ્યા બાદ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વનીતાબેન ચૌધરી અને પાયલોટ સુધાંશુભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ધટના સ્થળે પીડિતા મહિલા મદદ માટે પહોચ્યા.પીડિતા અને તેમના પતિ વચ્ચે બીજી કોઈ મહિલાના કારણે ઝઘડો થતા હતા.ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી કાઉન્સેલિંગ કરવામાં આવેલ જેમાં મહિલાએ અભયમ ટીમને વિગતવાર જણાવેલ કે હું મજૂરીકામ કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું.અને મારે બે બાળકો છે.મારે ઘરની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માં પણ ઘણી તકલીફ પડે છે.અને મારા પતિના અહીં પાડોશમાં રહેતી એક મહિલાની સાથે આડાસંબંધ છે.જેમ ની જાણ મને થોડા દિવસ પહેલા જ થઈ અને મારા પતિને સમજાવાનો ખૂબજ પ્રયાસ કરેલ પરંતુ મારા પતિ મારી કોઈ પણ વાત સમજવા માટે તૈયાર જ ના નથી અને આ બાબત લઈ ને આમરા પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડો થતો હોય છે. મારા પતિ મને ખુબજ માનસિક ત્રાસ આપે છે.ઘરખર્ચ માટે પૈસા પણ આપતાં નથી અને આમારા બાળકોની કોઈ પણ જવાબદારી ઉપાડતા નથી.તેથી છેવટે મારા પતિ ને સમજાવા માટે 181 અભયમ ટીમનો સહારો લીધો છે.
ત્યારબાદ ટીમ દ્વારા મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ, કાયદાનું અને જવાબદારીનું ભાન કરાવેલ, એક પતિ અને પિતા તરીકેની તેમની નૈતિક ફરજ શું છે એ સમજાવેલ ત્યારબાદ 181 ટીમ દ્વારા પીડિતા મહિલાના પતિની પ્રેમિકા ને ધટનાસ્થળે પર બોલાવવામાં આવેલ ત્યારબાદ 181 ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગ કરતા બંને પક્ષને તેમની જવાબદારીનું ભાન થયેલ ત્યારબાદ અભયમ ટીમની હાજરી માં પીડિતા મહિલા ના પતિ અને તેમની પ્રેમિકાએ પીડિતા પાસે માફી માંગેલ અને હવે પછી એકબીજા ને સંપર્ક કરશે નહિ એવુ જણાવી પોતાના પરિવારનું ધ્યાન રાખશે એવી બાંહેધરી આપેલ તેમજ વધુ માં પીડિતા ના પતિ એ જણાવેલ કે હવે પછી તેઓ પીડિતા અને તેમના બાળકોની પૂર્ણ જવાબદારી ઉપાડશે અને ક્યારેય પણ માનસિક ત્રાસ આપશે નહિ.આમ અભયમ ટીમ દ્વારા પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો અંત લાવી તેમના બાળકો સાથે એક સુખી જીવન જીવે એવી કોશિશ સાથે સુખદ સમાધાન કરવામાં આવેલ પીડિતાએ અભયમ ટીમ નો હદયપૂર્વક આભાર વ્યકત કરી કામગીરીને બિરદાવી હતી. . 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી :  તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल