PM મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત, શાંતિ માટે કરી ચર્ચા
Updated: Mar 3rd, 2026
PM Modi On US-Israel War With Iran : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને પગલે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટના પ્રમુખ દેશોના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ ટેલિફોનિક વાતચીત કરીને શાંતિ અને ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ચર્ચા કરી છે.
PM મોદીની ઓમાન-કુવૈતના નેતાઓ સાથે વાતચીત
વડાપ્રધાન મોદીએ આજે (3 માર્ચે) ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા અલ-ખાલિદ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ દેશો પર થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ત્યાં વસતા લાખો ભારતીયોની સલામતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ
સાઉદી અને બહેરીન પરના હુમલાની આકરી ટીકા
આ અગાઉ બીજી માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને બહેરીનના કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે વાત કરી હતી. સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથેની વાતચીત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ અને અખંડતાના ઉલ્લંઘન સમાન હુમલાઓની ભારત સખત ટીકા કરે છે. તેમણે બહેરીનના રાજાને પણ ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં બહેરીનની જનતા સાથે અડગ ઊભું છે.
જોર્ડનના રાજાનો માન્યો આભાર
પીએમ મોદીએ બીજી માર્ચે જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે પણ વાત કરી હતી. પીએમએ જોર્ડન સ્થિત ભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ રાજાનો આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના અત્યંત મહત્વપૂર્ણ છે અને ભારત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સાર્વભૌમત્વના સમર્થનમાં છે. નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં અંદાજે એક કરોડ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા ભારત સરકાર માટે હાલ સૌથી મોટી પ્રાથમિકતા છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ
મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા
Gujarat Aatmiyata News
‘1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા’, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન
Updated: 03/03/2026
‘1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા’, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન
Iran Israel US Conflict: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ગંભીરતાથી લઈને ભારત સરકારે ફરી એકવાર તમામને સંયમ રાખવાની અપીલ કરી છે. ખાડી દેશોમાં 28 February 2026ના રોજ આ સંઘર્ષની શરૂઆત થઈ, ત્યારે પણ ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે પણ ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ વધારવાનું ટાળવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. કમનસીબે, પવિત્ર રમઝાનના માસમાં આ પ્રદેશની સ્થિતિ નોંધપાત્ર રીતે વણસી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને વિવિધ મુદ્દે વાત કરી છે.
અન્ય રાષ્ટ્રો સુધી યુદ્ધ પહોંચ્યું, મૃત્યુઆંક વધ્યો
હાલના દિવસોમાં, આપણે આ સંઘર્ષની તીવ્રતા જોઈ છે. આ યુદ્ધ હવે અન્ય રાષ્ટ્રોમાં ફેલાઈ રહ્યું છે. વિનાશ અને મૃત્યુના આંકડા વધ્યા છે. સામાન્ય જીવન અને આર્થિક પ્રવૃત્તિ થંભી ગઈ છે. ખાડી દેશોની સુરક્ષા અને સ્થિરતામાં મહત્ત્વના હિતો ધરાવતા પાડોશી તરીકે ભારત ખૂબ જ ચિંતિત છે.
ખાડી દેશોમાં 1 કરોડ ભારતીયોની ચિંતા
ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. તેમની સુરક્ષા અને સુખાકારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમને નકારાત્મક રીતે અસર કરતા કોઈપણ વિકાસ પ્રત્યે આપણે ઉદાસીન રહી શકીએ નહીં. આપણો વેપાર અને ઊર્જા પુરવઠાની ચેઈન પણ આ ભૌગોલિક વિસ્તારમાંથી પસાર થાય છે. કોઈ પણ મોટો વિક્ષેપ ભારતીય અર્થતંત્ર માટે ગંભીર પરિણામો સર્જી છે. ભારત એક એવો દેશ છે, જેના નાગરિકો વૈશ્વિક શ્રમિકોની સંખ્યામાં અગ્રણી છે. ભારત વેપારી જહાજો પરના હુમલાનો પણ સખત વિરોધ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા હુમલાના કારણે કેટલાક ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે.
અમે સતત શાંતિની અપીલ કરીએ છીએઃ ભારત
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સંવાદ અને રાજદ્વારી માર્ગે વિવાદ ઉકેલવાનું, ફરી એકવાર ભારપૂર્વક કહે છે. અમે સંઘર્ષના વહેલા અંતની તરફેણમાં અવાજ ઉઠાવીએ છીએ. પહેલેથી જ ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને અમે તે બાબતે શોક વ્યક્ત કરીએ છીએ. અસરગ્રસ્ત દેશોમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકો અને સામુદાયિક સંગઠનો સાથે ગાઢ સંપર્કમાં છે. અમે નિયમિત એડવાઇઝરી પણ જાહેર કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે ફસાયેલા લોકોને શક્ય તમામ મદદ પણ પૂરી પાડી છે. દૂતાવાસો અને આ સંઘર્ષને લગતી વિવિધ મુશ્કેલીઓ ઉકેલવામાં સક્રિય રહેશે.
આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ: ભારત પાસે 25 દિવસનો ક્રૂડ ઓઈલ સ્ટોક ઉપલબ્ધ, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર

આ નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, અમે આ ક્ષેત્રની સરકારો તેમજ અન્ય મુખ્ય ભાગીદારોના સંપર્કમાં છીએ. ભારત સરકાર સતત બદલાતી સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. અમે ખાતરી આપીએ છીએ કે, અમે રાષ્ટ્ર હિતમાં સંબંધિત નિર્ણયો લઈશું.






