*શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતામાં વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત લોકવાર્તાની કાર્યશાળા યોજાઈ

*શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતામાં વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત લોકવાર્તાની કાર્યશાળા યોજાઈ


શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતામાં વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ પાંચ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓને લોકવાર્તાની વિસ્તૃત સમજ મળે તે માટે રેડિયો જોકીના જાણીતા વક્તા શ્રી કેવલભાઈ ગોહેલે લોકવાર્તા વિશે મૂળભૂત સમજ આપી હતી. ખૂબ જ સુંદર વક્તવ્ય દ્વારા સૌરાષ્ટ્રની લોક બોલી કેવી રીતે બોલી શકાય તેનું નાદ વૈવિધ્ય અને ભાષા સૌંદર્ય રજૂ કર્યું હતું.

આ કાર્ય શાળામાં આચાર્યા શ્રીદીપિકાબેન પટેલે માતૃભાષાની મીઠી પકડ જાળવી રાખવા ને અને સૌરાષ્ટ્રની તળપદી ભાષા દ્વારા લોકવાર્તા કઈ રીતે રજૂ કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડી હતી.

શાળાના વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિભાગના શિક્ષકોએ આ કાર્ય શાળામાં કેવલભાઈ ગોહેલ દ્વારા ખૂબ જ સુંદર માહિતી સમજી હતી. વિદ્યાર્થીઓને આ કાર્ય શાળામાં ખૂબ જ આનંદ આવ્યો હતો.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल