સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ચોંકાવનારી કડી — ૧૫ વર્ષ જૂનું કોસંબા બ્લેકમેઇલ રેકેટ ફરી ચર્ચામાં

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ચોંકાવનારી કડી — ૧૫ વર્ષ જૂનું કોસંબા બ્લેકમેઇલ રેકેટ ફરી ચર્ચામાં

મહિલા મિત્રની ધરપકડ બાદ તપાસનો રેલો કોસંબા સુધી; જૂના વીડિયો-ફોટા કૌભાંડની પરછાંયાં ફરી ઊભી

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસે નવો વળાંક લીધો છે. ઉમરા પોલીસે બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધતા તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાને ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં સતત બ્લેકમેઇલિંગ અને મિલકતો પડાવી લેવાના ગંભીર આક્ષેપો સામે આવતા કેસ વધુ ગૂંચવણભર્યો બન્યો છે.

પરંતુ આ આખી ઘટના માત્ર તાજેતરની નથી — તપાસમાં લગભગ ૧૫ વર્ષ જૂનું એક ભયંકર બ્લેકમેઇલ પ્રકરણ ફરી સપાટી પર આવ્યું છે, જેની જડ કોસંબા સુધી પહોંચે છે.૧ ફેબ્રુઆરીની રાતે અંતિમ પગલુંમાહિતી મુજબ, તુષાર ઘેલાણીએ ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર સંઘર્ષ કર્યા બાદ તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા અને અંતે તેમનું અવસાન થયું.

મૃત્યુ બાદ પરિવાર અને મહિલા મિત્ર વચ્ચે ખુલ્લો વિવાદ સામે આવ્યો. પરિવારનો સીધો આરોપ છે કે પૂનમ ભાદોરિયા લાંબા સમયથી તુષારભાઈને બ્લેકમેઇલ કરી રહી હતી અને દુકાન સહિતની કિંમતી મિલકતો પોતાની તરફ ફેરવી લીધી હતી.
સંબંધ તોડવા માંગતા હતા.

બિલ્ડરપરિવારના જણાવ્યા મુજબ, તુષાર ઘેલાણી આ સંબંધમાંથી બહાર આવવા માંગતા હતા. પરંતુ મહિલા તરફથી દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકીઓ મળતી હતી. સતત માનસિક દબાણ વચ્ચે અંતે બિલ્ડરે જીવન સમાપ્ત કરવાનો કઠોર નિર્ણય લીધો હોવાનો પરિવારનો દાવો છે.

૧૫ વર્ષ જૂનું કોસંબા કનેક્શનપોલીસ સૂત્રો અનુસાર, આશરે ૧૫ વર્ષ પહેલાં પણ તુષાર ઘેલાણી સામે બ્લેકમેઇલિંગનો પ્રયાસ થયો હતો. ત્યારે પૂનમ ભાદોરિયા અને કોસંબાના કેટલાક લુખ્ખા તત્વોએ ફોટા અને વીડિયો બનાવી બિલ્ડરને દબાણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ટીમે કોસંબાથી સંદિગ્ધ તત્વોને ઉઠાવી પૂછપરછ કરી હતી. પોલીસ ટીમે પેનડ્રાઇવ, વીડિયો અને ફોટા મેળવવા માટે સંકળાયેલા લોકોના ઘરોમાં તલાશીઓ પણ લીધી હતી.ક્રાઈમ બ્રાન્ચે લુખ્ખા તત્વોની બે દિવસ બરોબર સર્વીસ કરી હતી.

સૂત્રો કહે છે કે તે સમયની કાર્યવાહીથી મામલો થોડો સમય માટે શાંત થયો હતો — પરંતુ હવે એ જ જૂની બ્લેકમેઇલની છાયા ફરી જીવંત બની છે.મિલકત ટ્રાન્સફરની દિશામાં તપાસ
હાલની તપાસમાં પોલીસ ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે:

શું બ્લેકમેઇલિંગ દ્વારા મિલકતો ટ્રાન્સફર કરાવવામાં આવી?
મહિલા એકલી સંડોવાયેલી હતી કે ગેંગ સક્રિય હતી?
૧૫ વર્ષ જૂના કોસંબા નેટવર્કના લોકો ફરી સક્રિય થયા હતા કે નહીં?

પોલીસ સૂત્રો માને છે કે તપાસનો રેલો કોસંબા સુધી પહોંચી શકે છે અને વધુ ધરપકડો થવાની શક્યતા નકારી શકાય નહીં.
આગળ શું ??? 

પૂનમ ભાદોરિયાની અટકાયત બાદ કેસમાં નવી કડીઓ ખુલી રહી છે. જો જૂનું બ્લેકમેઇલ રેકેટ અને હાલની ઘટના વચ્ચે સીધી કડી સાબિત થાય, તો આ કેસ માત્ર આપઘાત પ્રેરણા સુધી સીમિત નહીં રહે — પરંતુ સંગઠિત આર્થિક શોષણના મોટા કૌભાંડ તરીકે પણ બહાર આવી શકે છે.

તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના છે. હાલ સમગ્ર નજર પોલીસની આગામી કાર્યવાહી અને કોસંબા કનેક્શન પર ટકી છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल