બારડોલી દંપતિ વચ્ચે છૂટાછેડાનો વિચાર અટકાવી કુશળ કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ ટીમ ની સરાહનીય કામગીરી……

દંપતિ વચ્ચે છૂટાછેડાનો વિચાર અટકાવી કુશળ કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ બારડોલી…


આજરોજ 181 અભયમ પર એક મહિલાનો કોલ આવે છે કે મારા પતિ તરફથી મને ખૂબ જ હેરાનગતિ હોય માટે મદદની જરૂર છે
કોલ મળતાની સાથે જ અભયમ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ મહિલા પોલીસ કંકુબેન ચૌધરી અને પાયલોટ અક્રમભાઈ તે મહિલા સુધી પહોંચી અને ત્યાં પહોંચી સૌપ્રથમ મહિલાની સમસ્યા જાણી ત્યારબાદ તે મહિલાનું કાઉન્સિલિંગ કર્યું. મહિલાએ અભયમ ટીમને જણાવેલ કે તેઓ ઉત્તર પ્રદેશના વતની હોય અને સુરત શહેરમાં એક ભાડાના મકાનમાં તેઓ તેમના પતિ અને ચાર માસની દીકરી સાથે રહેતા હોય તેમજ તેમના પતિ એક કંપનીમાં નોકરી કરતા હોય, તેમણે જણાવેલ કે તેમના પતિ સાથે કોઈ કારણસર ઝઘડો થતા તેમના પતિ પાંચ દિવસથી તેમના નણંદના ઘરે જતા રહેલ હોય અને ફોન પર પણ સરખી વાતચીત કરતા ન હોય અને ફક્ત એટલું જ જણાવતા હોય કે તેમની સાથે હવે રહેવું નથી અલગ રહેવું છે તેમજ છુટાછેડા આપી દેવા હોય તેમજ તેમના પતિ ચાર પાંચ દિવસથી કામ ધંધે જતા ના હોય, માટે મહિલા સાથે તેમના નણંદના ઘરે પહોંચેલ ત્યાં મહિલાના પતિ હાજર હોય માટે તેમનું કાઉન્સિલિંગ કરેલ તો મહિલાના પતિએ જણાવેલ કે તેમના પત્ની દ્વારા તેમને માનસિક ત્રાસ હોય માટે તેઓ હવે તેમના પત્ની સાથે રહેવા ઈચ્છતા નથી અને હવે તેમના પત્નીથી અલગ રહેવા માંગે છે માટે ટીમ દ્વારા મહિલા તેમના પતિનું કાઉન્સેલિંગ કરી સલાહ સૂચન આપેલ કાયદાકીય માહિતી આપેલ નૈતિક ફરજ વિશે સમજાવેલ જવાબદારીનું ભાન કરાવેલ તેમજ તેમની નાની દીકરીનું ભવિષ્ય વિશે સમજાવેલ ત્યારબાદ મહિલાના પતિ એ જણાવેલ કે તેઓ હવે તેમના પત્ની અને દીકરી સાથે તેમના ઘરે જતાં રહેશે અને તેમની દીકરી અને પત્નીનું ધ્યાન રાખશે અને તેમની જવાબદારી લેશે.. અને હવે તેમના પત્ની તેમજ દીકરી ને એકલા મૂકી ને જતાં નહિ રહે તેમજ તેમના પત્ની થી છૂટાછેડા લેવાનો વિચાર નહિ કરે આમ બંને પતિ-પત્નીનું કુશળ કાઉન્સેલિંગ કરી સમજાવટથી સુખદ સમાધાન કરવામાં આવેલ આમ અંતે મહિલાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल