ઉકાઈ તાલુકામાં આવેલ ખેરવાડા ગામમાં અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યુ…

ઉકાઈ તાલુકામાં આવેલ ખેરવાડા ગામમાં અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.. 

તાપી જિલ્લા ઉકાઈ તાલુકા ના ખેરવાડા ગામમાં બંગલી ફળિયાના રહેવાસી જાલમસિંહ વસાવા ના ઘર નજીક ખેતરમાં અજગર નજરે પડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો, તરત જ ઉકાઈ રેસ્ક્યુ ટીમને કોલ કરી જાણ કરવામાં આવ્યું,  સાથે જાગૃત નાગરિક કલ્પેશ વાઘમારે  હાજર  ,

રેસ્ક્યુ ટીમની મદદ કરતા કલ્પેશ વાઘમારે સંપૂર્ણ સાવચેતી સાથે અજગરને સલામત રીતે પકડી જેથી કોઈ જાનહાનિ થવા ન પામે. એ સાથે રાઉન્ડ ફોરેસ્ટર ખેરવાડા  અમરસિંહભાઈ વસાવા તે સાથે
 સુરેન્દ્રભાઈ ગામીત અને
 નિલેશભાઈ વસાવા જગ્યાએ હાજર થયા હતા, તે સાથે રેસ્ક્યુ કરાયેલ અજગરને રેન્જ વન વિભાગને સોંપવામાં આવ્યો, જ્યાંથી તેને કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉકાઈ રેસ્ક્યુ ટીમની ઝડપી અને વિનામૂલ્યે કામગીરી કરવામાં આવી, તે સાથે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ  :- તાપી 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल