શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે


રિપોર્ટર : કનુભાઈ ખાચર, બોટાદ

શતામૃત મહોત્સવ માં શ્રીમદ્ સત્સંગિજીવનની કથાનું સરધાર નિવાસી પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીબિરાજી કથાવાર્તાનો લાભ આપવાનાછે.


બોટાદ ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 64 વખત પધાર્યા છે. એવી પ્રસાદીભૂત પરતીને આંગણે કે જ્યાં સંકલ્પસિધ્ધ મહાપ્રતાપી ચરણારવિંદને 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી બોટાદની ધરતી પર આગામી 25 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી બહુ જ મોટા ફલક પર શતામૃત મહોત્સવનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં, ગઢડા રોડ, બોટાદ ખાતે આયોજન કરેલ છે. જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એટલે કે શ્રીમદ્ સત્સંગિજીવનની કથાનું આયોજન કરેલ છે.

જેના વક્તાપદે, આ ઉત્સવના નિર્માતા અને પ્રેરક એવા સરધાર નિવાસી પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી બિરાજી કથા વાર્તાનો લાભ આપવાના છે. જે ઉત્સવમાં 175 કુંડી યજ્ઞ, 75થી વધુ સંહિતા પાઠ, મહાપૂજા, અન્નકૂટ, રાસોત્સવ, ફુલદોત્સવ, મેડિકલકેમ્પો, વિવિધ કાર્યક્રમો યોજાશે. તો આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર નાગલપર દરવાજા બોટાદ વતી સાધુ શ્રીરંગદાસજી (મહંતશ્રી) તથા સાપુ ગુણસાગરદાસજી (કોઠારી) દ્વારા સૌ ધર્મપ્રેમી જનતા, હરિભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल