માંડવી વાલિયા રાજપુત સમાજનું પ્રેરણાદાયી અનોખું વિશિષ્ટ લગ્ન કરાવીને સમાજને ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો..

* દ . ગુજરાત રાજપૂત સમાજમાં પરિવર્તનો નવો સૂર્ય ઉદય થયો : *માંડવી વાલિયા રાજપુત સમાજનું પ્રેરણાદાયી અનોખું વિશિષ્ટ લગ્ન કરાવીને સમાજને ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો*
માંડવી વાલીયા ગામના યુગલની અનોખી પ્રેરણારૂપ પહેલ , વૈયદાગીરી સગાઈ નો પ્રસંગ સીધો લગ્ન મા ફેરવાયો..
હાલમા ડિજિટલ ખર્ચાળ યુગ ચાલી રહ્યો છે ત્યારે માંડવી તાલુકાના તરસાડા ગામના વિપીનસિહ. એન. મહિડાના પુત્ર ચિંતનસિંહ અને વાલીયા તાલુકામાં સોડ ગામના નરેન્દ્રસિંહ ની સુપુત્રી સ્નેહાબા ના લગ્ન પહેલા યોજાયેલ વૈયદાગીરી રસમ ( દહેજ) ના પ્રારંભિક કાર્યક્રમમાં પરિવાર ના સભ્યો અને વર વધુએ ઐતિહાસિક નિર્ણય લીધો છે

આ લગ્ન માત્ર બે વ્યક્તિનું મિલન નહીં પણ સમાજના રૂઢિ ચુસ્ત ખોખલા રીત રિવાજોને માંથી મુક્ત થઈ જુના ખર્ચાળ રિવાજોને તીતાંજલી આપી નવા યુગનું નિર્માણ કરી સામાજિક જવાબદારીથી ભાવના નું પ્રતીક બન્યા છે યુવાપેઢી ના ચિંતનસિંહ અને સ્નેહાબાએ સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા વૈદાગીરીને લગ્નમાં ફેરવી સાદાઈથી લગ્ન કરવા માટે નવદંપતિને સમજાવ્યા હતા પોતાની વ્યક્તિગત ઈચ્છા મહત્વકાંક્ષાઓ સાઇટે મૂકી ને પરંપરા સતુલનનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીને સમાજ ના વિવિધ અગ્રણીઓનું માન જાળવ્યું હતું.

સોડગામના યુવાનો પણ તાત્કાલિક લગ્નની તમામ વ્યવસ્થા સંભાળીને સંગઠન શક્તિ અને સામાજિક સક્રિયતા એકતાનો પરિચય કરાવ્યો આ યુવાનોએ સાબિત કર્યું કે લગ્ન પ્રસંગ ની ભવ્યતા પૈસાથી નહીં સહકાર અને સંઘભાવના એકતા સમરસતાથી પણ જાળવી શકાય છે. આ લગ્ન પ્રસંગે રૂઢિચુસ્ત રાજપૂત સમાજ ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે સામાજિક સુધારો બહારથી નહિ પણ પોતાના ઘરમાં બનતા પ્રસંગો સાદાઈ ઉજવણી કરીને આર્થિક રીતે અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે સક્ષમ થવા સામાજિક બદલાવ લાવવા પ્રેરણાદાઈ ઉદાહરણ આપ્યું છે

આ વિશિષ્ટ લગ્ન પ્રસંગ સદાયથી થવા જઈ રહ્યું છે જેના સમાચાર દક્ષિણ ગુજરાતના તમામ વિભાગના રાજપૂત સમાજ ના અગ્રણીઓને મળતા સર્વ વિવિધ સંગઠન સંસ્થાના પ્રમુખો સોડગામ શુભેચ્છા આશીર્વાદ આપવા તત્કાલ પધાર્યા હતા

જેમાં પ્રદ્યુમનસિંહ ગોહિલ . પ્રમુખશ્રી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ. ધીરજસિંહ ઠાકોર. પૂર્વ પ્રમુખ બારડોલી વિભાગ રાજપૂત સમાજ. વિજયસિહ ખરચીયા. પ્રમુખશ્રી ગીરાસ રાજપૂત સમાજ અંકલેશ્વર. ડો. રાજેન્દ્રસિંહ અલુજા પ્રમુખશ્રી કોસંબા વિભાગ રાજપૂત સમાજ. રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રમુખશ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ. સુરેન્દ્રસિંહ કપલેટીયા પ્રમુખશ્રી રાજપૂત સમાજ વાલીયા. સેજલસિંહ વાંસિયા મહામંત્રી ગીરાસ રાજપૂત સમાજ. મેહુલસિંહ દેસાઈ. પ્રમુખ શ્રી રાજપુત કરણી સેના : દક્ષિણ ગુજરાત. ચેતનસિંહ મોરી. કામરેજ તાલુકા રાજપૂત સમાજ દિલીપસિંહ મહિડા માંડવી તાલુકા ખેડૂત સમાજ પ્રમુખશ્રી. બળવંતસિંહ સોડગામ. જીતેન્દ્રસિંહ વાસિયા ડિરેક્ટર શ્રી સુમુલ ડેરી. ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક. નરેન્દ્રસિંહ મહિડા. માજી ડિરેક્ટર શ્રી કામરેજ. હાજર રહીને શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા તેમજ દિલીપસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ સુરત જિલ્લા ભાજપા કુંવરજીભાઈ હળપતિ (માડવી) પૂર્વ મંત્રી ગુજરાત સરકાર નરપતસિંહ મહિડાએ ટેલીફોનિક શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : તંત્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल