ફિલ્મ ‘જીવ’ વિશે:

‘જીવ’ ફિલ્મ કચ્છના ભવ્ય અને અદ્ભુત લેન્ડસ્કેપ્સમાં શૂટ કરવામાં આવી છે.
આ ફિલ્મની વાર્તા પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના હૃદયસ્પર્શી જોડાણ પર આધારિત છે. અમે કચ્છની સંસ્કૃતિ, તેના જીવદયા પ્રેમી લોકો અને અહીંના અનોખા પ્રાણીસૃષ્ટિના સૌંદર્યને મોટા પડદા પર લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
‘જીવ’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ પ્રકૃતિ અને જીવજાત પ્રત્યેના આપણી ફરજ અને સહાનુભૂતિની યાદ અપાવતો એક સંદેશ છે. આજના સ્વાર્થભર્યા સમયમાં આ ફિલ્મ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે મૌન જીવોની પીડા સાંભળી શકીએ છીએ?
12 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ ‘જીવ’- ગુજરાતી સિનેમામાં એક નવી દિશા આપશે, જ્યાં ભાવનાઓ, માનવતા અને સંદેશ ત્રણે સાથે એક અદભૂત અનુભવ રચે છે.
જીવદયા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર
સ્વ. શ્રી વેલજીભાઈ મહેતા (જીવદયા મંડળ – રાપર)
ના તપમય અને પ્રેરણાદાયી જીવન પરથી પ્રેરિત
“જીવ” નામની ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ તેમના સેવાભાવ, કરુણા, ત્યાગ અને અબોલ જીવ પ્રત્યેના અનન્ય પ્રેમને જનમાનસ સુધી પહોંચાડવાનો પવિત્ર પ્રયાસ છે.
“જીવ” ફિલ્મ થકી જીવદયાની જ્યોત દરેકના હૃદયમાં પ્રગટે —
એ જ અમારું ધ્યેય છે.
આ ફિલ્મના નિર્માણથી લઈને રજૂઆત સુધીમાં અમને સંતો-મહાત્માઓ તરફથી સતત ધાર્મિક સંસ્કાર, દયા અને માનવતાની પ્રેરણા મળતી રહી છે.

આપનો સાથ અને સહકાર જોઈએ છે.
સહ નમ્ર અભિવાદન સાથે,
ટીમ “જીવ” ફિલ્મ તરફથી
(નિર્માતા – જીવ ફિલ્મ)






