બારડોલી :- પતિનાં ત્રાસથી કંટાળીને મહિલાએ છેવટે અભયમની મદદ લીધી…

 બારડોલી :- પતિનાં ત્રાસથી કંટાળીને મહિલાએ છેવટે અભયમની મદદ લીધી…
એક મહિલાનો અભયમ માં કોલ આવેલ કે તેમના પતિ દ્વારા વધુ ત્રાસ હોય માટે મદદ ની જરૂર છે
કોલ આવતા ની સાથે અભયમ ટીમનાં કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વંદનાબેન ચૌધરી અને પાયલોટ અકરમભાઈ તે મહિલા પાસે પહોંચેલ… ત્યારબાદ મહિલાની સમસ્યા જાણેલ જેમાં મહિલાએ અભયમ ટીમને જણાવ્યું કે તેઓ તેમના પતિનાં બીજી પત્ની છે તેમજ પહેલી પત્ની અને તેમના સંતાનો તેમજ તેમના સંતાનો બધાં એક જ સાથે એક જ ઘરમાં રહે છે મહિલાએ જણાવેલ કે તેમના પતિ કેટલાક સમયથી તેમના બાળકોની જવાબદારી કે તેમની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડતા નથી અને ઉપરથી હેરાનગતિ કરતાં હોય.. માટે ટીમ દ્વારા મહિલાના પતિનું કુશળ કાઉન્સેલિંગ કરી નૈતિક ફરજ વિશે સમજાવેલ અને કાયદાનું ભાન કરાવેલ ત્યારે અભયમ ટીમનાં સમજાવટથી મહિલાનાં પતિએ જણાવેલ કે હવે તેઓ તેમની બીજી પત્ની ને સરખી રીતે સાચવશે અને તમામ પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડશે તેમજ બાળકોની પૂરતી જવાબદારી નિભાવશે તેમજ બન્ને પત્નીની એકસરખી જવાબદારી લેશે. આમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગ કરી સમજાવી સુખદ સમાધાન કરવામાં આવેલ.. આમ અંતે મહિલાને ટીમ અભયમની મદદથી સંતોષ થતાં ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल