કામરેજ : ઉમરાગામ ખાતે પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં હરિપ્રબોધમ સંતસગ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

જેમાં બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી ના આધ્યાત્મિક ગુણાતીત વારસદાર પ. પૂ ગુરુહરી પ્રબોધજીવનદાસ સ્વામીજી બાકરોલ AVD થી પધાર્યા હતા હરિચિંતન પ્રદેશના પ્રાદેશિક સંત સુહ્રદજીવનદાસ સ્વામી, અર્જુન મામા ,નટુભાઈ, રમેશબાપા, ગુણવંતભાઈ,બીપીનભાઈ,નંદલાલભાઈ, મનીષભાઈ દેસાઈ સહિત વડીલ સત્સંગી સમાજ ના મહાનુભાવો સભા મા ઉપસ્થિત રહ્યા હતા

જયેશભાઈ ઉમરા ,નીતિનભાઈ કોરી ભરથાણા, આશિષભાઈ સાધિયેર, હિતેશભાઈ નવીપારડી, સુનિલભાઈ મિસ્ત્રી, દીપકભાઈ સતાણી, પિયુષભાઈ ચોથાણી જયેન્દ્રસિંહ ચાવડા મયુરભાઈ બારડોલી. વિક્રમસિંહ ચાવડા હેમંતભાઈ પારેખ કલ્પેશભાઈ પ્રજાપતિ વગેરે સત્સંગી લીડરો સત્સંગ મંડળ સાથે સભાનો લાભ લીધો બારડોલી કોરી ભરથાણા .ઓલપાડ. કામરેજ. નવસારી જેવા અનેક વિસ્તારો માથી હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા

સત્સંગસભા બાદ હરિભક્તોએ પ્રસાદી લીય અને પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજી દ્વારા શિક્ષાપત્રી નુ જીવનમાં મહત્વ કેટલું છે આ કળિયુગમાં જીવન જીવવા માટે સુદર્શન ચક્ર જડીબુટ્ટી સમાન 212 સ્લોક નિયમની શિક્ષાપત્રી નું વિશેષ મહાત્મય ખૂબ જ વિસ્તાર પૂર્વક સમજાવ્યું હતું બાળસભા ઘરસભા યુવાસભા યુવાનો જાગૃત થાય છે. આત્મીયતાથી જીવન જીવતા થાય સંતસગ અંગે ધ્યાન કેન્દ્રિત કરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રવચન પરાવાણી નો સૌ પધારેલ આત્મીય ભક્તો એ લાભ લીધો હતો. ઉમરાગામ ખાતે નવનિર્માણ થનાર આત્મીય સંસ્કારધામ માટે સ્વામીજી સત્સંગ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા…

આજુબાજુ સોસાયટીના લોકો આ સંસ્કાર ધામ ના ભવિષ્યમાં લાભ લેશે એમનાં સંતાનો ચારિત્રવાન અને સંસ્કારી જીવનજીવે ધાર્મિક બને એવા અંતરથી આપી એવા અંતરથી જય સ્વામિનારાયણ કહીને આશીર્વાદ આપ્યા હતા ( દાસ ના દાસ)
પ્રબોધજીવન સ્વામીજીએ સતસંગી સભા ભરતા નાના મોટા સૌ બાળકો યુવાનો ને મોબાઇલ જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરવામાં ખાસ અનુરોધ કર્યો છે. નાના બાળકો ને મોબાઇલ ના વ્યસનથી દુર રહેવા માટે ખાસ જણાવ્યું છે.. .. આ કળયુગમાં મોબાઇલ એક વ્યસન સમાન છે.. આ ડિજિટલ યંત્ર નો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો.છે..

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી તંત્રી : હિમાંશુસિહ ઠાકોર : 9016924808






