બારડોલી શાસ્ત્રીરોડ ખાતે શ્રી સત્ય સાંઈ પ્રશાંતિ સેવા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મજયંતિ ધામધૂમથી ભવ્ય ઉજવણી — ભક્તિમય વાતાવરણ માં શતાબ્દીની ઉજવણી

બારડોલી શ્રી સત્ય સાંઈ પ્રશાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સત્ય સાંઈ બાબાની 100મી જન્મજયંતિ ધામધૂમથી ભવ્ય ઉજવણી — ભક્તિમય વાતાવરણ માં શતાબ્દીની ઉજવણી

બારડોલી :શાસ્ત્રીરોડ ખાતે શ્રી સત્ય સાંઈ ચેરીટેબલ સેવા પ્રશાંતિ ટ્રસ્ટ શ્રી સત્ય સાઈ બાબાની 100મી જન્મજયંતિના પાવન અવસરે બારડોલીમાં ભક્તિ, સેવા સમર્પણ અને માનવતાનો સંદેશ આપતો‌ ભવ્ય કાર્યક્રમ યોજાયો. આકર્ષક પુષ્પ ફૂલસજ્જા અને રંગીન લાઈટિંગથી સજેલા મંચ વહેલી સવાર થી જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા દર્શન માટે ઉમટી પડી હતી. સમગ્ર પરિસરમાં ઓમ્ સાઈ રામ”ના જાપ અને સાઈભજનોની ધૂન થી‌ ભક્તિમય વાતવરણ ગુંજી ઉઠ્યું

કાર્યક્રમ દરમિયા આયોજન સભ્યો અને સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું કે સત્ય સાઈ બાબાએ પોતાનું સમગ્ર જીવન માનવ સેવા, પ્રેમ, સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્રીય એકતા માટે સમર્પિત કર્યું હતું. 100મી જન્મજયંતి નિમિત્તે સંસ્થા દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ — જેમ કે ગરીબોને ભોજન . કપડાં વિતરણ, સ્વાસ્થ્ય સેવાઓ આંખ ના મોતિયા ઓપરેશન અને સામાજિક કલ્યાણકારી કાર્યો થી સેવા કરવા મા આવે છે

શ્રી સત્ય સાંઈ પ્રશાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ બારડોલીના સેવાભાવી ટ્રસ્ટી ‌ પ્રમુખશ્રી શાંતુભાઈ પટેલે જણાવ્યું:
“સત્ય સાઈ બાબાનો સંદેશ છે— ‘પ્રેમ જ ઈશ્વર છે અને  સેવા જ સર્વોત્તમ ધર્મ છે.’ આ શતાબ્દી જન્મજયંતિએ અમે સમાજ સેવા માટે વધુને વધુ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે.” સત કર્મ સેવા જ મોક્ષ નું દ્વાર છે 

કાર્યક્રમમાં સાંઈ ભજનો, સમૂહ પ્રાર્થના, દીપ પ્રજ્વલન અને સત્સંગ કથા પુંજા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બારડોલી શહેરના‌ મહિલાઓ, યુવાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહ થી ભક્તિ ભાવપૂર્વક ભાગ લીધો. સજાવટ કરાયેલા સાઈ બાબાના સુંદર મંડપ અને ઉજ્જવળ લાઇટિંગે સમગ્ર વાતાવરણને દિવ્ય તેજથી વાતાવરણ ઝળહળતું બન્યું.

આરતી લાભ‌ બાદ અંતમાં ઉપસ્થિતિ‌ સાઈભકતોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. શ્રદ્ધાળુઓએ આ 100 મી શતાબ્દી દિવસને આધ્યાત્મિક અનુભૂતિ અને પુણ્યપ્રાપ્તિનો શુભ અવસર ગણાવ્યો.

બારડોલી શાસ્ત્રી રોડ હોસ્પિટલ ખાતે શ્રી સત્ય સાંઈ  ચેરીટેબલ પ્રશાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા શતાબ્દી ઉત્સવ વિશેષ કાર્યક્રમએ સત્ય સાઈ બાબાની 100મી જન્મજયંતિને સેવા, ભક્તિ અને માનવતાની પ્રેરણાદાયી ઉજવણી તરીકે યાદગાર બનાવી દીધી હતી…

ગુજરાત આત્મીયતા ન્યુઝ બારડોલી  9016924808. તંત્રી શ્રી – હિમાંશુ ઠાકોર 

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल